તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનવતા:પાટણના શંખારી ગામના યુવાનો ઓક્સિજન લેવા કલાકો સુધી લાઇનમાં ઉભેલા લોકોની સેવા કરે છે

પાટણ12 દિવસ પહેલા
 • સેવાભવી યુવાનો ઓક્સિજન લેવા આવેલા લોકોને પાણી, લિબુ સરબત, છાસ અને નાસ્તાની સેવા પૂરી પાડે છે

કોરોનાના કહેર સામે આજે માનવ જિંદગી મોત સાથે ઝઝૂમી રહી છે. બેડ, ઇન્જેક્શન અને ઓક્સિજનની અછત વર્તાઇ રહી છે. પાટણ નજીક શંખારી ગામ પાસે ઓક્સિજન પ્લાન્ટ ઉપર એક બોટલ ઓક્સિજન મેળવવા માટે ભુખ્યાં તરશ્યા કલાકો સુધી લોકો રાહ જોઈ રહ્યા છે. ત્યારે આવી કપરી પરિસ્થિતિનો સામનો કરી રહેલા લોકોની ભૂખ અને તરસ છીપાવવા શંખારી ગામના યુવાનોએ માનવતાની મહેકાવી છે.

કોરોનાના કહેરમાં પાટણ શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં સારવાર લઈ રહેલા દર્દીઓને ઓક્સિજન મોટા પ્રમાણની જરૂરિયાત ઉભી થઇ રહી છે. બીજી તરફ હોસ્પિટલમાં દર્દીઓ માટે બેડ ખાલી ના હોવાના કારણે એડમિટ માટે વેટીંગમાં ઉભેલા ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓ પણ મુશ્કેલીમાં મુકાય છે. ત્યારે દર્દીઓના સગા સંબંધીઓ ઓક્સિજન મેળવવા માટે શંખારી ગામ પાસે આવેલા ઓક્સિજન પ્લાન્ટ ઉપર એક બોટલ ભરાવા કલાકો સુધી ભખ્યાં તરસયા બોટલ ભરાવવાની રાહ જોઈ બેઠા છે. ત્યારે આ લાંબી કતાર ભુખ્યાં તરસયા લોકોને સંખારી ગામના સેવાભાવી યુવાનો દ્વારા લીંબુ શરબત, છાશ અને નાસ્તાની નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો