તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનો સામે જંગ:યુવકો વેક્સિનેશનમાં વયસ્કોથી આગળ રહ્યાં, પાટણ જિલ્લામાં 45થી વધુ વયમાં 43.75, યુવાનોમાં 52. 53 ટકા રસીકરણ

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ ઝીરો કેસ આવી રહ્યા છે. જોકે આગામી ઓક્ટોબર આસપાસ થોડા ઘણા અંશે પોઝિટિવ કેસ આવવાની સંભાવના તબીબોએ વ્યક્ત કરી હતી. નવરાત્રિ પર્વ ના સમયમાં ત્રીજી લહેરની શક્યતા રહે છે તેવો મત તબીબોનો છે. હાલમાં જે વેક્સિનેશન ચાલી રહ્યું છે તેમાં યુવાપેઢીએ મોટેરાઓને પાછળ રાખી દીધા છે. 31 ઓગસ્ટ સુધીના વેક્સિનેશન પર નજર નાખીએ તો જિલ્લામાં નાની વયના એટલે કે ૧૮ થી ૪૪ વર્ષ માટેના યુવાનોનું વેક્સિનેશન પાછળથી શરૂ થયું હોવા છતાં મોટી વયના લોકો કરતાં તેમનો ગ્રાફ વધારે છે.

45 વર્ષ કરતાં વધુએમાં 43.75 જ્યારે 45 વર્ષ કરતાં નાની વયમાં 52. 53 ટકા વેક્સિનેશન થયું છે. પાટણ જિલ્લામાં રવિવારે પણ એક પણ પોઝિટિવ કેસ લેબોરેટરીમાં મળી આવ્યો નથી છેલ્લા એકાદ મહિનાથી પોઝિટિવ કેસ મળવાનું બંધ થયું છે અને શાળાઓ તેમજ અન્ય આર્થિક પ્રવૃત્તિઓ શરૂ થઇ છે ત્યારે હજુ લોકોમાં કેટલેક અંશે હજુ પણ ગંભીરતા રહી છે બેસણા જેવા સામાજીક કાર્યક્રમો છૂટથી થઈ રહ્યા નથી જોકે કોરોના ની ત્રીજી લહેર ની શક્યતા બિલકુલ પૂરી થઈ ગઈ નથી તેવો મત શહેરના તબીબો જણાવી રહ્યા છે.

ફિઝિશિયન ડોક્ટર સંદીપ પટેલ, ડોક્ટર રેનીસ મેમદાણી તેમજ ધારપુર સિવિલ હોસ્પિટલ ના સુત્રો ના મત મુજબ ત્રીજી લહેર ના આવે તેવી ઇચ્છવું જોઈએ પરંતુ લાપરવાહી રાખી ન શકાય ઓક્ટોબર સુધી લોકોએ સાવચેતી જરૂર રાખવું જોઈએ સંભવતઃ ઓક્ટોબર માસ આસપાસ ફરીથી કેશ આવી શકે છે ત્યારે વેક્સિન દ્વારા લોકોએ સ્વબચાવ માટે તૈયાર રહેવું જોઈએ.

શિક્ષકો સંકળાવથી રસીકરણ વધવાની આશા
વેક્સિનેશન ની કામગીરીમાં શિક્ષકો બાળકો ના કારણે વાલીઓ થી વધારે સંકળાયેલા અને ભરોસાપાત્ર ગણાતા હોવાથી સફળ કાઉન્સેલિંગ કરી શકે છે.ધારપુર સિવિલ હોસ્પિટલ ના ફિઝિશિયન ડો. સંદીપ પટેલના જણાવ્યા મુજબ વેક્સિનેશન માટે હવે લોકો જાગૃત થયા છે યુવાનોની ટકાવારી એટલા માટે વધારે છે કે તેઓ શિક્ષિત છે અન્ય લોકોને શિક્ષિત લોકો દ્વારા કાઉન્સેલિંગ કરાવવું જરૂરી છે આરોગ્ય અને શૈક્ષણિક કર્મચારીઓ ને સાંકળવામાં આવ્યા હોવાથી વેક્સિનેશનમાં ઇમ્પ્રૂવમેન્ટ મળશે.

અન્ય સમાચારો પણ છે...