દુર્ઘટના:હારિજના અસાલડી ગામમાં વીજ કંટરથી યુવકનું મોત

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હારિજ પોલીસમાં અકસ્માત મોત ગુનો નોંધાયો

હારિજ તાલુકાના અસાલડી ગામમાં એક યુવકની લાશ મળી આવતા તેને લઈને ચકચાર હતી. જેમાં પોલીસની તપાસ દરમિયાન પ્રથમ તબક્કે વીજ કરંટ લાગવાથી મોત થયું હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહ્યું છે. જોકે તેનું મૃત્યુ આકસ્મિક છે કે ઈરાદા પૂર્વકનું કૃત્ય છે તે નક્કી કરવા હારિજ પોલીસ દોડધામ કરી છે. અા ઘટનામાં અેફઅેસઅેલ અને પીઅેમ રીપોર્ટ અાધારે તપાસ ચાલી રહી છે. હારિજ પોલીસ મથકે અકસ્માત મોત ગુનો નોંધાયો છે.

અસાલડી ગામે રહેતા રોહીતજી કાંતીજી ઠાકોરનો રવિવારે સવારે અસાલડી ગામની સીમમાંથી મૃતદેહ મળ્યો હતો. તેના મોતમાં શંકાસ્પદ સવાલો ઉઠી રહ્યા હતા તેને લઇને મૃતકના પિતાઅે હારિજ પોલીસ મથકે અકસ્માત મોત ગુનો નોંધાવ્યો હતો. તેની તપાસ પીઅેસઅાઇ અાર.કે.પટેલ ચલાવી રહ્યા છે.

તેમણે જણાવ્યું કે મૃતક યુવાનનુ અમદાવાદ મેડીકલ હોસ્પિટલ ખાતે પીઅેમ કરાવ્યું છે. અને મૃતકને વીજ કરંટ લાગ્યો હોવાથી મોત થયું છે. તેવુ પ્રાથમિક કારણ લાગી રહ્યુ છે. ઘટનાસ્થળ નજીક અેક વીજ થાભલો પણ છે. જોકે વીજ કરંટ લાગ્યો કેવી રીતે તેની તપાસ હાથ ધરી છે. અેફઅેસઅેલ અને ડોગસ્કોડની મદદ લેવામાં અાવી છે.

અન્ય સમાચારો પણ છે...