તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ગાડીનો કાચ ખુલ્લો રાખી યુવક શાકભાજી લેવા ગયો, તસ્કરો 2 હજાર ભરેલ થેલો ચોરી ગયા ,3 પકડાયા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિદ્ધપુરના કાકોશી ચાર રસ્તા પાસે બનેલ ઘટનામાં પોલીસે 15 કલાકમાંજ ભેદ ઉકેલ્યો
  • તસ્કરો પાસેથી હીસાબની ચોપડીઓ, એક ઓઇલની બોટલ તથા મરચાનો સ્પ્રે મળી આવ્યો

સિદ્ધપુરમાં કારના કાચ ખુલ્લા મુકીને શાકભાજીને લેવાની ગયેલા યુવાનના રોકડ રૂ.2000 ભરેલ તસ્કર ઉઠાંતરી કરી ગયો હતો. આ અંગે યુવાનને સિદ્ધપુર પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાઇ હતી. સિદ્ધપુરમાં ચાની લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા વિક્રમજી શીવાજી ઠાકોર મંગળવારે દિવસ દરમ્યાન મજુરી કરી ચાની લારીની આવક રોકડ રૂ.2000 તેમજ હિસાબની ચોપડીઓ થેલામાં મુકીને સાંજે ઘરે જઇ રહ્યા હતા.

આ દરમ્યાન કાકોશી ચાર રસ્તા ખાતે આવી તેઓ શાકભાજી લેવા ગાડીમાંથી ઉતર્યા હતા. જોકે, આ દરમ્યાન ગાડીના કાચ ખુલ્લા હતા તેનો લાભ લઇને અજાણ્યો તસ્કર થેલાની ચોરી કરી પલાયન થઇ ગયો હતો. આ અંગે વિક્રમજી ઠાકોરે સિદ્ધપુર પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસ અધિકારી પીઅેસઅાઇ ડી.વી.ખરાડી જણાવ્યુ હતુ કે ચોરીના બનાવની તપાસ ચાલી રહી છે.

ચાની ચોપડીઅોઅે ચોરીનો ભેદ ઉકેલો
સિદ્વપુર પોલીસ પેટ્રોલીમાં હતી તે વખતે કેટલા શંકાસ્પદ યુવાનની પુછપરછ કરતા તેમની પાસે ચાની હિસાબની ચોપડી સહિત કાગળો મળી અાવ્યા હતા તેઅોને અાધારે ચાની કિટલી માલીકને બોલાવી તે ચાપડીઅોની અોળક કરતા તેની હોવાનુ જણાવ્યુ હતુ. જેના અાધારે રોહીત બજરંગ રાજુ તેલી રહે.કોટા (બુંદીકોટા) રાયપુર ટકેનીયા રાજસ્થાન, શીવા મધુકર (રાજુ) ગાયકવાડ રહે.જલગાંવ રેલ્વેસ્ટેશનની બાજુમા મહારાષ્ટ્ર તથા ક્રીષ્ના રાજુ યાદવ રહે.મુજફપુર સેનરાય ઝુપડપટ્ટી મા મહારાષ્ટ્ર ને ઝડપી પાડ્યા હતા જેમની પાસેથી ચોરીના થેલો રોકડ રકમ 500 તથા ચા ના વેપાર ના હીસાબ ની ચોપડીઓ સાથે એક ઓઇલની બોટલ તથા પેપર સ્પ્રે ( મરચા નો સ્પ્રે ) મુદ્દામાલ રીકવર કર્યો હતો.15 કલાકમાં ચોરીનો ભેદ ઉકેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...