લોન્ચિંગ:પાટણમાં ઇન્ડીયન યુથ કોંગ્રેસ દ્વારા યંગ ઇન્ડિયા બોલ પ્રોગ્રામનું લોન્ચિંગ કરાયું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવાનોની વાત રજૂ કરવા માટે યંગ ઇન્ડિયા બોલ કાર્યક્રમ અનેરું પ્લેટફોર્મ પૂરું પાડશે: મુકેશ આંજણા

પાટણ ખાતે યુવા કોંગ્રેસ દ્વારા યુવાનોને પ્લેટફોર્મ મળી રહે તે માટે યંગ ઇન્ડિયા બોલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી અને પ્રવક્તા મુકેશ આંજણાએ માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, યંગ ઇન્ડિયા બોલ માત્ર કોમ્પિટિશન નથી પરંતુ યુવાનો માટે રાષ્ટ્રીય સ્તરે પ્લેટફોર્મ પૂરું પાડવા માટે સોનેરી તક ઊભી કરશે અને અન્યાય સામે ગુજરાતના યુવાનો બોલતા કરશે. યુવાનો યંગ ઇન્ડિયા બોલમાં ભાગ લઈને આ પ્રોગ્રામને સફળ બનાવવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શંકરજી ઠાકોર, પાટણ શહેર પ્રમુખ ભરતભાઈ ભાટીયા, પાટણ જિલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા અશ્વિનભાઈ પટેલ, યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ભાવેશભાઇ વાઢેર, સિધ્ધપુર વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ અશોકભાઇ દેસાઈ, જૈમિન ભાઈ પટેલ, યુથ કોંગ્રેસના સોશિયલ મીડિયા કોઓર્ડીનેટર કૌશિકભાઇ જૈન હર્ષદભાઈ શેખ, પાટણ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રભારી નરસીમા યાદવજી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...