તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીની તકલીફ:પાટણના રાણકીવાન માર્ગ પર આવેલી સોસાયટીમાં પાણીને લઇને સ્થાનિકોની વર્ષો જૂની સમસ્યા, કોઇ નિવારણ નહીં

પાટણ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 200થી વધુ લોકો છેલ્લા ત્રણ વર્ષથી આ સમસ્યાના ઉકેલ માટે પાલિકામાં રજૂઆત કરી થાક્યા

પાટણ શહેરનાં વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકા દ્વારા અપાતું પાણી બીલકુલ ધીમું આવતું હોવાની બુમરાણ શહેરીજનોમાં ઉઠવા પામી છે. ત્યારે પાટણ શહેરના રાણકી વાવ રોડ પર આવેલી દ્વારીકા નગરી સોસાયટી (ભાગ -1)માં છેલ્લા કેટલાક સમયથી પાણી બીલકુલ ઓછુ આવતું હોવાની વિસ્તારના રહીશો દ્વારા નગરપાલિકા સમક્ષ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં આજદિન સુધી પાણીની આ સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં આવતા લોકો માં પાલિકા પ્રત્યે રોષ ફેલાયો છે.

પાટણ શહેરના રાણકીવાવ રોડ સૃષ્ટિવિલા ભાગ-2ની અંદર આવેલી દ્વારકા નગરી સોસાયટી ભાગ-1માં 52 મકાન આવેલા છે.જેમાં 200થી વધુ માણસો વસવાટ કરે છે અને છેલ્લા ત્રણ વર્ષથી સોસાયટી ખાતે પાણી બીલકુલ ઓછુ આવે છે. આ બાબતે અવાર-નવાર નગરપાલિકાનાં સતાધીશો સહિત વોટરવર્કસ શાખાના સુપરવાઈઝર કમલેશભાઈ ભાવસાર તથા ચીફ ઓફિસર પાચાભાઈ માળી તેમજ વિસ્તારના કોર્પોરેટરો સમક્ષ રજુઆત કરી હોલાથી પાલિકા દ્વારા માણસો મોકલી તપાસ પણ કરાવામાં આવી હતી. પરંતુ ઓછું પાણી આવવાની સમસ્યા આજ દિન સુધી જૈસે થે રહેવા પામી છે. ત્યારે વિસ્તારના રહીશોની વર્ષો જૂની ઓછું પાણી આવવાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

પાલિકાનાં તમામ વેરા નિયમિત ભરીએ છીએ છતાં રહિશોની પાણીની સમસ્યાનું પાલિકા નિરાકરણ લાવતી નથી
નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં ઓછું પાણી આવતું હોવાની બાબતને લઈને વોટર વર્કસ શાખાના માણસોને મોકલે છે. પણ માણસો આવીની સમસ્યાને ફકત જોઈને જ જતા રહે છે, પરંતુ તેનાં નિરાકરણ માટે કોઈ નક્કર કામ ન કરતાં હોવાથી જેના કારણે આ સોસાયટીમાં રહેતા 200થી વધુ લોકો પાણીની સમસ્યા ભોગવી રહ્યા છે. રહિશો દ્વારા પાલીકાનાં તમામ વેરા સમયસર ભરતાં હોવા છતાં પાણીનો પ્રશ્ર આજ દિન સુધી હલ નહીં થતાં. આ મામલે જિલ્લા કલેકટર, નગરપાલિકા વોટર વર્કસ સમિતિ સાંસદ સભ્ય ધારાસભ્ય, મુખ્યમંત્રી સુધી રજુઆત કરી હોવાનું સોસાયટીનાં પ્રમુખ પંકજ બી.દરજી,મંત્રી ઉર્વેશ પી.મોદી અને ખજાનચી હાર્દિક જી.મિસ્ત્રી એ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...