તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આસ્થા:અમરેલી જિલ્લામાં કોરોના મહામારી દૂર થાય તે માટે રાજુલાના રામપરામાં યજ્ઞનું આયોજન

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનો અને સરપંચ દ્વારા યજ્ઞનું આયોજન કરાયું

દેશ દુનિયા હાલ કોરોના મહામારીનો સામનો કરી રહી છે ત્યારે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરામાં મહામારીમાંથી છુટકો મળે તે માટે યજ્ઞનું આયોજન કરાયું હતું.

આજે રાજુલા તાલુકાના રામપરા ગામમા સરપંચ છનભાઈ વાઘ અને ગ્રામજનો દ્વારા ગામમાં આવેલ સુવાય માતાજી ખાતે ધાર્મિક શાસ્ત્રો મુજબ અહીં હવન યજ્ઞ કરાયો હતો. જેમા ગામના તમામ સામાજિક અગ્રણીઓ જોડાયા હતા. ઉપરાંત આ વૈશ્વિક મહામારી દૂર થાય અને કોરોનામા જે પરિવારના લોકો એ સ્વજનો ગુમાવ્યા છે તેમના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામા આવી હતી.

વિશ્વમા મહામારી થી ભગવાન બચાવે -શાસ્ત્રી
મુકેશભાઈ શાસ્ત્રીએ કહ્યું હતું કે, આ વૈશ્વિક મહામારીથી વિશ્વના લોકો ને ભગવાન શિવ અને દ્વારકાધીશ ભગવાન બચાવે અને સ્વજનો ના આત્મા ને શાંતિ મળે તે માટે ગ્રામજનો દ્વારા એક હવન યજ્ઞ નું આયોજન કરાયુ છે.

અન્ય સમાચારો પણ છે...