તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આસ્થા:પાટણમાં કોરોના મહામારી નાબુદ થાય તે માટે અંબિકા શાકમાર્કેટ ખાતે પ્રાચીન નાગેશ્વર મહાદેવ મંદિરમાં યજ્ઞ યોજાયો

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવતા લોકોનું આરોગ્ય જળવાય તેવી પ્રાર્થના કરવામાં આવી

કોરોના મહામારી સમગ્ર દેશ અને દુનિયામાંથી નાબુદ થાય તે માટે લોકો દવાની સાથે સાથે દુઆઓ પણ કરી રહ્યાં છે. ત્યારે પાટણ વેરાઇચલા સ્થિત અંબિકા શાકમાર્કેટ ખાતે પ્રાચીન નાગેશ્વર મહાદેવ મંદિરના સ્થાનકે કોરોના મહામારીની બીમારી સામે લોકોનું આરોગ્ય જળવાય અને આ બીમારી ઝડપથી નાબુદ થાય તે માટે માર્કેટયાર્ડ એસોસિએશન દ્વારા હવન યોજવામાં આવ્યો હતો.

પરંપરાગત મુજબ નાગેશ્વર મહાદેવનો યજ્ઞ યોજવામાં આવ્યો

પાટણ અંબિકા શામાર્કેટ ખાતે આવેલ પ્રાચીન નાગેશ્વર દાદાનું સ્થાનક માર્કેટના સમસ્ત વેપારીઓ સહિત ભક્તો માટે આસ્થાના કેન્દ્ર સમાન માનવામાં આવે છે. પ્રતિ વર્ષે માર્કેટયાર્ડના વેપારીઓ દ્વારા ચૈત્ર વદ 14 ના દિવસે પરંપરાગત મુજબ નાગેશ્વર મહાદેવનો યજ્ઞ યોજવામાં આવે છે. ગત વર્ષે કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિને ધ્યાને રાખી હવન પૂજાવિધી મોકૂફ રાખવામાં આવી હતી.

શિવલીંગનો અભિષેક કરી પૂજાવિધી કરવામાં આવી

જો કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી માર્કેટયાર્ડના વેપારીઓ દ્વારા માર્કેટની સુખશાંતિ અને વેપાર ધંધામાં વૃદ્ધિ થાય તેમજ કોરોનાની બીમારી નાબુદ થાય તેવા આશયથી હવનપૂજાવિધીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યજમાન તરીકે માર્કેટયાર્ડના પ્રમુખ મનોજ પટેલ અને તેમના ધર્મપત્નીએ લાભ લીધો હતો. બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે શિવલીંગનો અભિષેક કરી પૂજાવિધી કરવામાં આવી હતી.

મહામારી ઝડપથી નાબુદ થાય તેવી પ્રભુને પ્રાર્થના

આ પ્રસંગે પ્રમુખ મનોજ પટેલે જણાવ્યું હતું કે , કોરોના મહામારીમાં કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવતા ડોક્ટર, નર્સ સહિત તમામ લોકોનું આરોગ્ય જળવાય તેમજ આ મહામારી ઝડપથી નાબુદ થાય તેવી પ્રભુને પ્રાર્થના કરવામાં આવી છે. તો આ પ્રસંગે માર્કેટયાર્ડના વેપારીઓએ ઉપસ્થિત રહી હવન - દર્શનનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...