શ્રદ્ધાસુમન:પાટણમાં સિદ્ધરાજ જયસિંહના નિર્વાણદિન નિમિત્તે પ્રતિમાને માલ્યાર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજપૂત સમાજ,કલેક્ટર, નગરપાલિકા અને સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રતિમાને માલ્યાર્પણ કરાયું
  • રાજપૂત સમાજ દ્વારા પ્રતિમાનો પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો

પાટણમાં ચક્રવર્તી સમ્રાટ રાજા સિદ્ધરાજ જયસિંહની પુણ્યતિથિ નિમિત્તે આજે શુક્રવારે રાજપૂત સમાજ, પાટણ નગરપાલિકા અને વિવિધ સામાજિક સંસ્થાઓ અને આગેવાનો દ્વારા રાજા સિદ્ધરાજની પ્રતિમાને માલ્યાર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં રાજપૂત સમાજ દ્વારા પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે વીર વનરાજ ચાવડાએ વિક્રમ સંવત 802માં અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. પાટણમાં ચાવડા વંશ, વાઘેલા વંશ અને સોલંકી વંશના અનેક રાજાઓએ શાસન કર્યું હતું. ત્યારે સોલંકી કાળને ગુજરાતનો સુવર્ણકાળ કહેવામાં આવે છે. રાજા સિદ્ધરાજ જયસિંહે પાટણની ધૂરા સંભાળી ત્યારથી તેમણે પાટણના સીમાડાઓ વધાર્યા હતા અને એ સમયે પાટણ એ ગુજરાતની રાજધાની હતી.

ઉત્તરાયણના દિવસે આ ચક્રવતી સમ્રાટનું નિધન થયું હોવાથી આજે શુક્રવારે તેમની 879મી પુણ્યતિથિ નિમિત્તે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ , પાટણ નગરપાલિકા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ નગરના આગેવાનો એ બગવાડા દરવાજા ખાતે સ્થાપિત કરાયેલી રાજા સિદ્ધરાજ જયસિંહની પ્રતિમાને માલ્યાર્પણ કરી શ્રધ્ધાસુમન અર્પણ કર્યું હતું .

અન્ય સમાચારો પણ છે...