ક્રાઈમ:પાટણમાંથી વરલી મટકાનો જુગાર રમતો શખ્સ ઝડપાયો

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણમાંથી વરલી મટકાનો જુગાર રમતા એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. પાટણ શહેરના અઘારા દરવાજા પાસે પાણીની ટાંકી નજીક વરલી મટકાનો હાર-જીતનો જુગાર રમાતો હોવાની બાતમી આધારે પાટણ એ ડીવીઝન પોલીસે રેડ કરતા જુગારના સાહિત્ય સાથે રોકડ રકમ રૂપિયા 1340 સાથે સોલંકી વિપુલ કુમાર બાબુલાલ રહે.પાટણને ઝડપી પાડયો હતો જેની સામે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે જુગારધારા મુજબ ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...