ઉજવણી:પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટરમાં વિશ્વ દુરસંચાર દિવસ તથા માહિતી સમાજ દિવસની ઉજવણી કરાઇ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1969થી દર વર્ષે 17 મેના રોજ વિશ્વ દુરસંચાર દિવસની ઉજવણી કરાય છે

પાટણનું રિજિયોનલ સાયન્સ સેન્ટર ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેથળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) દ્વારા વિકસાવવામાં આવ્યું છે.

સમગ્ર વિશ્વ ભરમાં આજે 17 મેના રોજ “વિશ્વ દુરસંચાર દિવસ” ઉજવવામાં આવે છે. વિશ્વ દુર સંચાર દિવસ સંચાલિત ઈન્ટરનેશનલ કમ્યુનિકેશન યુનિયન (આઇ.ટી.યુ.) સ્થાપનાને અનુલકક્ષીને 1969થી દર વર્ષે 17 મેના રોજ વિશ્વ દુરસંચાર દિવસ તથા માહિતી સમાજ દિવસ (વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન એંડ ઇન્ટરનેશનલ ઇન્ફોર્મેશન સોસાયટી ડે) ની ઉજવણી કરવામાં આવે છે.

આ દિવસની ઉજવણીના ભાગરૂપે હાલમાં દુરસંચારના (ટેલિકમ્યુનિકેશન) ક્ષેત્રોમાં આગળ આવે અને પરિવર્તનને સમજે. આના કારણે આપણું જીવન કેટલું પ્રભાવિત થયું છે. દુનિયાભરમાં લોકોને સકારાત્મક રીતે સંચાર વિશે જાગૃતા આવે એટલા માટે આ દિવસનું આયોજન કરવામાં આવે છે.

“વિશ્વ દૂરસંચાર દિવસ” નો હેતુ સમગ્ર વિશ્વ ભરમાં ટેકનોલોજી અને ઇન્ટરનેટના વિશે જાગૃતિ આવે અને દુર ગ્રામીણ ક્ષેત્રે સૂચના અને સંચારોના સ્તરમાં સુધારો લાવવાનો છે. આ વર્ષનો વિષય “વૃદ્ધ વ્યક્તિઓ અને તંદુરસ્ત વૃદ્ધત્વ માટેની ડિજિટલ ટેકનોલોજી” છે.

રિજિયોનલ સાયન્સ સેન્ટરના વિશ્વ કક્ષાનું ઓડિટોરિયમમાં વિશ્વ દુરસંચાર દિવસ તથા માહિતી સમાજ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે, પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ આવેલ બાળકો તેમજ વાલીમિત્રોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.

ત્યારબાદ તેઓ આવેલા બાળકો તેમજ વાલીમિત્રોનું વિશ્વ દુરસંચાર દિવસ તથા માહિતી સમાજ દિવસ વિશેની વિસ્તૃતમાં મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું હતું કે આજની દુનિયામાં, કોઈ પણ સમાજ ટેલિકમ્યુનિકેશન અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી વિના જીવી શકતો નથી અને વિકાસ કરી શકતો નથી.

ત્યાર બાદ ટેલિકોમ્યુનિકેશનના વિવિધ પાસાઓ અને તેના મહત્વ પર વિડિયો શો અને ઇન્ટરેક્ટિવ સેશન યોજાયું હતું. ઇન્ટરેક્ટિવ સેશન દરમિયાન, ઘણા વિદ્યાર્થીઓએ ડો. સુમિત શાસ્ત્રી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબો આપ્યા.

અન્ય સમાચારો પણ છે...