વિશ્વ વિજ્ઞાન દિવસ અને વિશ્વ રસીકરણ દિવસ:પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટરમાં વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણી, વિશ્વ રસીકરણ દિવસ નિમિત્તે જાગૃત્તિ કાર્યક્રમ

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

રિજીયોનલ સાયન્સ સેન્ટર પાટણ ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા વિકસાવવામાં આવ્યું છે. રિજીયોનલ સાયન્સ સેન્ટરમાં આજે 10 નવેમ્બર 2022ના રોજ શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણી અને વિશ્વ રસીકરણ દિવસ નિમિત્તે રસીકરણના ફાયદાઓ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વર્ષની થીમ ટકાઉ વિકાસ માટે મૂળભૂત વિજ્ઞાન
આ કાર્યક્રમમાં 330થી વધુ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ દર વર્ષે 10 નવેમ્બરે શાંતિપૂર્ણ અને ટકાઉ સમાજો માટે વિજ્ઞાનની ભૂમિકા અંગે જનજાગૃતિને મજબૂત કરવા માટે મનાવવામાં આવે છે. આ વર્ષની થીમ ટકાઉ વિકાસ માટે મૂળભૂત વિજ્ઞાન છે. દર વર્ષે 10 નવેમ્બરના રોજ વિશ્વ રસીકરણ દિવસ પણ મનાવવામાં આવે છે. આ દિવસે રસી દ્વારા નિવારી શકાય તેવા રોગો અને સમયસર રસીકરણના મહત્વ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારની ગેલેરીઓની મુલાકાત કરી
સાયન્સ સેન્ટરના નિષ્ણાત ગાઈડ દ્વારા રસીકરણના ફાયદા અને સમયસર રસીકરણનું મહત્ત્વ વિશે માહિતી આપવામાં આવી હતી, ત્યારબાદ આવેલા વિદ્યાર્થીઓએ રિજીયોનલ સાયન્સ સેન્ટરની વિવિધ પ્રકારની ગેલેરીઓની મુલાકાત કરી અને 5-ડી થિયેટર તથા વર્ચુઅલ રિયાલિટી જેવી અદ્યતન ટેકનોલોજી નિહાળી ખુબજ આનંદિત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...