વિશ્વ અસ્થમા દિવસ:પાટણના સરસ્વતીમાં રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં વિશ્વ અસ્થમા દિવસની ઉજવણી કરાઈ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર વર્ષે મેના પહેલા મંગળવારે અસ્થમા દિવસ મનાવવામાં આવે છે

પાટણના સરસ્વતી તાલુકામાં રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં વિશ્વ અસ્થમા દિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ આવેલ મુલાકાતીઓ ચાલી રહેલી અસ્થમા જેવી બીમારી વિશેની માહિતી તેમજ કઈ રીતે તેને નિયંત્રણમાં રાખી શકાય તેવી વિસ્તૃતમાં મહત્વપૂર્ણ માહિતી આપી હતી. અસ્થમા વિશે જાગૃકતા લાવવા માટે દર વર્ષે મેના પહેલા મંગળવારે વિશ્વ અસ્થમા દિવસ મનાવવામાં આવે છે.

રિજિયોનલ સાયન્સ સેંટર ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેથળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) દ્વારા વિકસાવવામાં આવ્યું છે. સાયન્સ સેન્ટરમાં બનાવેલ માનવવિજ્ઞાન ગેલેરીમાં આ દિવસને ઉજ્વવામાં આવ્યો હતો. તેમજ આવેલ મુલાકાતી ઓ ને ખુબજ આનંદ વ્યકત કર્યો હતો.

વિશ્વ અસ્થમા દિવસની ઉજવણી 1993માં વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈજેશનના સહયોગથી ગ્લોબલ ઇનિશિયેટિવ ફોર અસ્થમા (જીઆઇએનએ) ધ્વારા કરવામાં આવી હતી.1998 માં 35થી વધુ દેશોમાં તે પ્રથમવાર ઉજ્વવામાં આવ્યો હતો. WHO આ દિવસને મેજર પબ્લિક હેલ્થ ઇંપોટન્સી તરીકે ગણે છે. રિજિયોનલ સાયન્સ સેંટર પાટણ, સ્વસ્થ અને સુખી ભારત માટે સામાન્ય નાગરિકોમાં વૈજ્ઞાનિક અને તકનીકી જાગૃતિ ફેલાવવા માટે સંકલ્પબદ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...