સેમિનાર:રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણમાં રાષ્ટ્રીય યુવા દિન અંતર્ગત વૈજ્ઞાનિક કાર્યશાળા યોજાઈ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દર વર્ષે 12 જાન્યુઆરીનો દિવસ દેશભરમાં સ્વામી વિવેકાનંદ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. નિરાશાથી ભરેલા જીવનમાં ઉર્જા ભરી દેનારા તેમના વિચારોને કારણે સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસને દેશભરમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વામીજીના વિચારો યુવાઓને પ્રેરિત કરે છે એટલે 1985થી ભારત સરકાર દ્વારા સ્વામીજીના જન્મદિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે યુવા દિવસની થીમ છે "વિકસિત યુવા વિકસિત ભારત".

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા પાટણમાં રિજિયોનલ સાયન્સ સેન્ટર વિકસાવવામાં આવ્યું છે.રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં આજે 12 જાન્યુઆરી 2023ના રોજ રાષ્ટ્રીય યુવા દિન અંતર્ગત વૈજ્ઞાનિક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 500 થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ.સુમિત શાસ્ત્રીએ આવેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સ્વામીજીના જીવન વિષય વક્તવ્ય આપ્યું તથા વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા ભારત કઈ રીતે આત્મનિર્ભર અને વિકસિત બની શકે છે તે સમજાવ્યું હતું. ત્યારબાદ, નિષ્ણાત ગાઈડ ધ્વારા આધુનિક સાયન્સ અને ટચનોલોજીના વિવિધ પાસાઓના નિદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ રિજિયોનલ સાયન્સ સેન્ટરની વિવિધ ગેલેરીઓની મુલાકાત કરી અને 5-ડી થિયેટર તથા વર્ચ્યુઅલ રિયાલિટી જેવી અદ્યતન ટેકનોલોજી નિહાળી ખૂબજ આનંદિત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...