વિદ્યાર્થીઓ માટે વર્કશોપ:પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં ભૌતિકશાસ્ત્ર પર વર્કશોપ યોજાયો, સરકારી શાળાના 95 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ અને પેરીસ્કોપ વિશે વિસ્તૃતમાં માહિતી અપાઈ

પાટણ ખાતે સરસ્વતી તાલુકામાં રિજિયોનલ સાયન્સ સેન્ટર આવેલું છે. જે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તેમાં આવેલા અત્યાધુનિક સાયન્સ એક્ઝિબિશન હોલમાં આજે તા. 1લી સપ્ટેમ્બર 2022ના રોજ સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે ભૌતિકશાસ્ત્ર વિશે પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં સરકારી શાળાના 95થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો.

વિવિધ ગેલેરીઓના પ્રદર્શન વિશે માહિતી અપાઈ
સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડિરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ આવેલ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમણે વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઈનોવેશનને લોકપ્રિય બનાવવા માટે ગુજરાત સરકારના પ્રયાસો અને સાયન્સ સેન્ટરની ભૂમિકા વિશે સમજાવ્યું અને આ સાયન્સ સેન્ટરની વિવિધ ગેલેરીઓના પ્રદર્શન વિશે ટૂંકમાં માહિતી આપી હતી.

વિવિધ ઉપકરણો નિહાળી વિદ્યાર્થીઓ ખુશ થયા
ત્યારબાદ ઓપ્ટિક ગેલરીના ગેલરી ગાઈડ દ્વારા ભૌતિકશાસ્ત્રમાં આવતા વિવિધ ઉપકરણો જેવા કે ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ અને પેરીસ્કોપ વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી અને આ ઉપકરણોને આપના જીવનમાં કેવીરીતે ઉપયોગ કરી શકાય તેની માહિતી આપી હતી. દરેક વિદ્યાર્થીઓએ વિવિધ ઉપકરણો નિહાળી ખૂબજ આનંદ અનુભવ્યો હતો. ટુર ગાઈડ દ્વારા દરેક વિદ્યાર્થીઓને સાયન્સ સેન્ટરની વિવિધ પ્રકારની જુદી જુદી ગેલરીઓની મુલાકાત કરવામાં આવી તેમજ 5-D થિયેટર, જુરાસિક વીઆર, અને હ્યુમન બોડી વીઆર જોઈને આનંદ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...