વર્કશોપ:પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં હ્યુમન એનાટોમી અને ડિજિટલ માઈક્રોસ્કોપ વિશે વર્કશોપ યોજાયો

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણ ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા વિકસાવવામાં આવ્યું છે. રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં આજે 15 નવેમ્બર 2022ના રોજ શાળાના વિદ્યાર્થીઓ માટે ઇનોવેશન ક્લબ અંતગર્ત હ્યુમન એનાટોમી (માનવ શરીરરચના) અને ડિજિટલ માઈક્રોસ્કોપ વિશે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 160 થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. રિજીયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટર ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ આવેલ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.

ત્યારબાદ, નિષ્ણાત ગાઈડ દ્વારા ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ તરફથી સ્થાપિત ઇનોવેશન ક્લબ અંતર્ગત આ વર્કશોપમાં માનવ શરીરમાં આવેલા અગત્યના અંગો વિશેની માહિતી આપવામાં આવી હતી. માનવ શરીરની રચનાવાળા મોડેલ અને ડિજિટલ માઈક્રોસ્કોપ દ્વારા દરેક વિદ્યાર્થીઓને વિવિધ અંગોનું નિદર્શન કરાવી ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું હતું.

આ વર્કશોપમાં તેમણે વિસ્તૃતમાં માહિતી મેળવીને તથા સાયન્સની વિવિધ પ્રકારની ગેલરીની મુલાકાત કરી અને 5-D થિયેટર તેમજ વર્ચ્યુઅલ રિયાલિટી (VR) જેવી અધ્યતન ટેકનોલોજી જોઈને આનંદ અનુંભવ્યો હતો

અન્ય સમાચારો પણ છે...