કામગીરી:પાટણ શહેરના વિવિધ વિસ્તારના રસ્તા સહિતના કામો 3 માસમાં શરૂ થઈ જશે

પાટણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા દ્વારા સાડા 3 કરોડથી વધુ રકમના કામો માટે ટેન્ડર પ્રક્રિયા પૂરી કરાઈ

પાટણ શહેરમાં અલગ-અલગ વિસ્તારોના રોડ રસ્તા બ્લોક પેવિંગ અને સંરક્ષણ દિવાલ સહિતના કામો માટે સરકાર દ્વારા ગ્રાન્ટ મંજૂર કરી હતી જેમાં નગરપાલિકા બાંધકામ શાખા દ્વારા રૂ.સાડા ત્રણ કરોડથી વધારે રકમના કામો માટે ટેન્ડર પ્રક્રિયા કરી દેવાઈ છે. આ કામો આગામી ત્રણેક માસ સુધીમાં શરૂ થઈ જશે તેમ પાલિકાના સુત્રોએ જણાવ્યું હતું. પાલિકા ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિના જણાવ્યા મુજબ સરકારની સ્વર્ણિમ જયંતી, યુડીપી તેમજ મનોરંજન કર હેડની ગ્રાન્ટો સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી હતી.

જેમાં રૂ.1 કરોડ 23 લાખ ઉપરાંતના ખર્ચ વાળા બ્લોક પેવિંગ, સંરક્ષણ દિવાલ અને સિમેન્ટ કોંક્રીટ રોડના કામો બાંધકામ સમિતિના ચેરમેન શાંતિબેન ગિરીશભાઈ પટેલની રાહબરી હેઠળ હાથ ધરાનાર છે. આ ઉપરાંત રૂ.2 કરોડ 51 લાખ ઉપરાંતના ખર્ચે શહેરના 5 વિસ્તારોમાં સીસી રોડ, બ્લોક પેવિંગ તેમજ સંરક્ષણ દિવાલના કામો માટે ટેન્ડર પ્રક્રિયા કરી દેવામાં આવી છે. હવે એજન્સી નિયુક્ત કરીને આગામી 3 માસમાં કામો શરૂ કરી દેવાશે તેમજ વહેલી તકે પૂરા કરાશે.

આ વિસ્તારમાં કામો
- સારથી નગર રોડ
-કર્મભૂમિ યસ બંગલો
-વિ.કે.ભુલા સ્કૂલ પાછળ
-સહસ્ત્રલિંગ તળાવથી વીરમાયા સ્મારક જવાનો રસ્તો
-અગાસીયા વીર પાસે ચોમાસામાં તૂટી ગયેલ દીવાલનું રીપેરીંગ
-અંબાજી નેળીયામાં સિમેન્ટ કોન્ક્રીટ રોડ
-સિદ્ધપુર હાઇવે પર ફાઇવ એલ.પી ભવનથી હાસાપુર ગામમાં જતો રસ્તો
- કૃષ્ણ સિનેમાથી અગાસીયાવીર તરફનો રસ્તો
-બળીયા હનુમાન ,પદમનાથ રોડ તેમજ મીરાં દરવાજા વિસ્તારના રોડ રસ્તા સહિતના કામો

અન્ય સમાચારો પણ છે...