વિકાસના કામમાં નડતર:પાટણના સિદ્ધપુર ચાર રસ્તા નજીક નવીન નિર્માણાધીન ફલાયઓવરબ્રિજના કામમાં ગટર લાઇનના કારણે અડચણ

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર્ગ અને મકાન વિભાગ દ્વારા નગરપાલિકા તંત્રને લેખિત જાણ કરવા છતાં પણ કોઈ પગલાં નહીં

પાટણ શહેરનાં હાઈવે ચાર રસ્તા માગૅ પર છેલ્લા કેટલાય સમયથી ફલાયઓવરબ્રિજના વચ્ચેના ભાગમાં નગરપાલિકાની પસાર થતી ગટરલાઇન હટાવવામાં નહીં આવતા ફલાયઓવર બ્રીજના કામમાં અનેક અડચણ ઉભી થઇ રહી છે.

વારંવાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા નગરપાલિકા તંત્રને લેખિત જાણ કરવા છતાંય વિકાસના કામમાં નડતરરુપ ભૂગર્ભગટર બની રહી છે. તો ચોમાસામાં ભૂગર્ભગટરનુ ગંદુપાણી ભરાતા ફલાયઓવરબ્રિજનુ કામકાજ વઘુ મુશ્કેલીમાં મુકાશે તેવું ફલાયઓવરનુ નિમૉણ કરી રહેલ એજન્સી દ્વારા જણાવાયું હતું.

આ અંગે ભૂગર્ભ ગટર શાખાના ચેરમેન જયેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, એ લાઈન તૂટી ગઈ છે અને તેને પુરવાની સૂચના આપી છે. જૂની લાઇનનું કનેક્શન પણ બીજી લાઈનમાં આપી દીધું છે.

અન્ય સમાચારો પણ છે...