તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:જિલ્લા પંચાયત અને 5 તાલુકા પંચાયતના પ્રમુખની સત્તા મહિલાઓ સંભાળશે

પાટણ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ સાંપ્રા, કુવારા કે બીલીયા બેઠક પરથી આવશે
 • પાટણ, રાધનપુર, સમી, સિદ્ધપુર અને સરસ્વતી તાલુકા પંચાયતમાં પ્રમુખ મહિલા બિરાજમાન થશે

પાટણ જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયતના પ્રમુખની બેઠકના પ્રકાર નક્કી થતા રાજકીય માહોલ ગરમાયો છે.આ વખતે જિલ્લા પંચાયત અને પાટણ, રાધનપુર, સમી, સિદ્ધપુર અને સરસ્વતી તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે મહિલા બિરાજમાન થશે. પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખની બેઠક અનુસૂચિત જાતિ સ્ત્રી જાહેર થઇ છે. સાપ્રા અને કુંવારા જિલ્લા પંચાયત બેઠક અનુસૂચિત જાતિ સ્ત્રી અનામત છે અને બીલીયા અનુસૂચિત જાતિ અનામત બેઠક છે. એટલે આ 3 બેઠક પરથી જિલ્લા પંચાયતના પ્રમુખ આવી શકે છે. આ 3 બેઠક પર ટિકિટ લેવા માટે દાવેદારોના પ્રયાસો વધારે રહેશે.

અઢી વર્ષ માટે પાટણ જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયતોના પ્રમુખની બેઠકના પ્રકાર વિકાસ કમિશનર દ્વારા નક્કી કર્યા છે. જેમાં પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખની બેઠક અનુસૂચિત જાતિ સ્ત્રી અનામત રાખી છે. એટલે આ વખતે અનુસૂચિત જાતિના મહિલા જિલ્લા પંચાયતના પ્રમુખ બનશે તે નક્કી થઈ ગયું છે. તે જ રીતે પાટણ, રાધનપુર, સમી, સિદ્ધપુર તાલુકા પંચાયતના પ્રમુખની બેઠકનો પ્રકાર સામાન્ય સ્ત્રી નક્કી કર્યો છે

તેમજ સરસ્વતી તાલુકા પંચાયત પ્રમુખની બેઠક પ્રકાર સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ સ્ત્રી અનામત રાખી છે એટલે આ 5 તાલુકા પંચાયતના પ્રમુખ ની સત્તા પણ મહિલા સંભાળશે ચાણસ્મા તાલુકા પંચાયતના પ્રમુખની બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત જ્યારે હારિજ, શંખેશ્વર અને સાંતલપુર તાલુકા પંચાયતના પ્રમુખની સામાન્ય બેઠક રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો