• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Women Talati Com Minister Of Dudharampura Village Of Patan Was Caught Taking A Bribe Of 18 Thousand, Demanded A Bribe To Pass A Bill Of Three And A Half Lakh

ACBની સફળ ટ્રેપ:પાટણના દુધારામપૂરા ગામના મહિલા તલાટી કમ મંત્રી 18 હજારની લાંચ લેતા ઝડપાયા, સાડા ત્રણ લાખનું બિલ પાસ કરવા લાંચ માગી હતી

પાટણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુધારામપૂરા ગ્રામ પંચાયત કચેરીમાં છટકું ગોઠવી એસીબીએ મહિલા તલાટી કમ મંત્રીને ઝડપી પાડ્યા

પાટણના દુધારામપૂરા, ખારીવાવડી અને બાદીપુરના તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા પુષ્પાબેન પ્રજાપતિને રૂપિયા 18 હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા છે. એસીબીની કાર્યવાહીના પગલે લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

3.50 લાખનું બિલ પાસ કરવા 18 હજારની લાંચ માગી
આ કામના ફરિયાદીએ ગામની શાળઆમાં વરંડાનું કામ કર્યું હતું. જેનું બિલ 3,50,000 રૂપિયાનું હતું. આ બિલની વહીવટી પ્રક્રિયાની સરળતા માટે તલાટી કમ મંત્રી પુષ્પાબેન પ્રજાપતિએ ફરિયાદી પાસેથી 18 હજાર રૂપિયાની લાંચ માગી હતી. જે નાણા ફરિયાદી આપવા માગતા ન હોય તેમણે પાટણ એસીબીનો સંપર્ક કર્યો હતો.

એસીબીના છટકામાં મહિલા તલાટી કમ મંત્રી ઝડપાયા
ફરિયાદીની ફરિયાદ બાદ પાટણ એસીબીએ દુધારામપૂરા ગ્રામ પંચાયત કચેરીમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાં મહિલા તલાટી કમ મંત્રીએ 18 હજાર રૂપિયા લાંચની રકમ સ્વીકારતા જ એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...