તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:રાધનપુરના નાગોરી વાસની મહિલાઓએ પાણી અને સફાઈ મુદ્દે પાલિકામાં હંગામો મચાવ્યો

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિસ્તારની સમસ્યાનો તાત્કાલિક નિરાકરણ લાવવા મહિલાઓની ઉગ્ર રજૂઆત
  • પાલિકાના સત્તાધીશો દ્વારા તપાસ કરી યોગ્ય કરવાની ખાત્રી અપાઇ

રાધનપુર નગરપાલિકા છેલ્લા કેટલાક સમયથી ચર્ચાના ચકડોળે ચઢી છે, ત્યારે શનિવારના રોજ રાધનપુરના નાગોરી વાસની મહિલાઓએ પાણી મુદ્દે નગરપાલિકા કેમ્પસમાં હંગામો મચાવ્યો હતો. જેને લઈ અફરા-તફરી મચી હતી. આ બાબતે મળતી વિગત મુજબ છેલ્લા કેટલાક સમયથી રાધનપુર નગરપાલિકાના સત્તાધીશો અને વહીવટી તંત્રની નિષ્ક્રિયતાને લઈને શહેરમાં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. તો કેટલાક વિસ્તારોમાં અનિયમિત અને અપૂરતું પાણી મળતું હોવાની બુમરાણ ઉઠી છે.

પાલિકાનું અનેક વખત ધ્યાન દોરવા છતાં ન આવ્યો ઉકેલ
શહેરના નાગોરીવાસમાં છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યા સર્જાઈ છે. તેમજ સફાઈના અભાવના પગલે વિસ્તારના રહીશો મુશ્કેલી ભોગવી રહ્યા છે. જેને લઈ પાલિકા તંત્રનું અનેક વખત ધ્યાન દોરવા છતાં આજદિન સુધી આ સમસ્યાનો ઉકેલ નહીં આવતા આખરે શનિવારના રોજ આ વિસ્તારની મહિલાઓએ પાલિકા કેમ્પસમાં આવી હંગામો મચાવ્યો હતો. જેથી અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.

પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા
રાધનપુરના નાગોરી વાસની મહિલાઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પાલિકાના સત્તાધીશો તાત્કાલિક ધોરણે આ વિસ્તારની સફાઈ કામગીરી અને પાણીની સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માંગ કરી પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ બાબતે પાલિકાના સત્તાધીશોએ મહિલાઓની સમસ્યાની તપાસ કરી યોગ્ય કરવાની ખાતરી આપતાં મામલો થાળે પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...