તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:મહિલા કોંગ્રેસ કાર્યકરો ભાવ વધારાનો વિરોધ કરવા ડુંગળી બટાટા લઈ સ્ટેજ સુધી ધસી આવી

પાટણ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નવ નિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખના પદગ્રહણ સમારંભમાં હોબાળો મચ્યો

ડુંગળી બટાકાના વધતા ભાવને પગલે પાટણ શહેર મહિલા કોંગ્રેસની કાર્યકરોએ ભાજપના કાર્યક્રમમાં અનોખો વિરોધ કર્યો હતો. મહિલા કોંગ્રેસના કાર્યકરો ડુંગળી બટાકાની ટોપલી લઈ ભાજપના કાર્યક્રમમાં સ્ટેજ સુધી પહોંચી ગઈ હતી અને ટોપલી પકડાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ આશ્ચર્યજનક કાર્યક્રમથી ભાજપના નેતાઓ ગિન્નાયા હતા.

પાટણના જીલ્લા ભાજપ કાર્યલય ખાતે નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખના પદગ્રહણ સમારંભમાં મહિલા કોંગ્રેસની ભૂમિકાબેન પટેલ સહિતની કાર્યકરો ટોપલીમાં ડુંગળી બટાકા સાથે સ્ટેજ સુધી પહોંચી ગઈ હતી અને પૂર્વ સંસદીય સચિવ રણછોડભાઈ દેસાઈને ટોપલી પકડાવવાનો પ્રયાસ કરી ડુંગળી બટાકાના વધતા ભાવનો અનોખો વિરોધ દર્શાવ્યો હતો. મહિલા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કરતા પ્રદેશ ભાજપ મહામંત્રી કે સી પટેલે આ ઘટનાને કાર્યક્રમ દરમિયાન વખોડી કાઢી હતી. કોંગ્રેસના કાર્યક્રમથી પાટણમાં રાજકીય માહોલ ગરમાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો