પોલીસની કાર્યવાહી:પાટણમાં 90 હજારની ચોરી કરનારી મહિલા જામીન પર છૂટી, સિધ્ધપુરમાં અન્ય ચોરીના ગુનામાં પોલીસે ફરી ઝડપી પાડી

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા, સિધ્ધપુર અને ઊંઝાની દુકાનોમાંથી રોકડની ચોરી કરી હતી

પાટણ શહેરનાં લાલેશ્વરપાર્કમાં તાજેતરમાં મહેંદી મૂકાવવાનાં બહાને ઘરમાં પ્રવેશી તિજોરીમાંથી રૂા. 90 હજારની મતાની ચોરી કરવાનાં આરોપમાં પોલીસે મહિલા આરોપીને ઝડપી હતી. બ્યુટીપાર્લરોને નિશાન બનાવી તેમાંથી ચોરી કરવાની ફાવટ અને મોડસ ઓપરેન્ડી ધરાવતી આરોપી હિનાબેન ઉર્ફે કિંજલબેન રજુજી હેમતાજી ઠાકોર રે. વામૈયા, તા. સરસ્વતિ વાળીને પાટણ કોર્ટમાંથી જામીન પર છૂટકારો થયા બાદ ફરી એકવાર તે સિધ્ધપુરમાં સક્રિય બની હતી.
ચોરીના ગુનાની અને અન્ય ગુનાઓની કબુલાત
અત્રેનાં આવા જ અગાઉનાં ગુનામાં તેની તપાસ ચાલતી હતી ત્યારે સિધ્ધપુર પોલીસને મળેલી બાતમી આધારે આ હિનાબેનને સિધ્ધપુર દેથળી સર્કલ ખાતે શંકાસ્પદ હાલતમાં ઉભી હોવાની જાણકારી આધારે ઝડપી લીધી હતી. તેની પૂછપરછ કરતાં તેણે સિધ્ધપુરનાં ચોરીનાં ગુનાની અને અન્ય ગુનાઓની કબુલાત કરી હતી.
​​​​​​​​​​​​​​પોલીસે તેની પાસેથી રૂા. 15 હજારની રોકડ જપ્ત કરી
બ્યુટી પાર્લર તથા દુકાનોમાં જઈને તેના મલિકને વિશ્વાસ લઇને નજર ચૂકવીને ચોરીને અંજામ આપવાની મહિલા આરોપીએ કરેલી કબૂલાત પ્રમાણે તેણે મહેસાણા ગોપીનાળાથી રાધનપુર ચાર રસ્તા જતાં રોડ પર આવેલ કટલરીની દુકાનમાં કટલરીના સામાનની ખરીદી કરતાં કરતાં તેનાં માલિકને વિશ્વાસમાં લઇને નજર ચૂકવી દુકાનમાં મૂકેલા ટેબલનાં ખાનાનાં ડ્રોઅરમાંથી રૂા. 2500ની રોકડ રકમની છ માસ પૂર્વે ચોરી કરી હતી.

આ ઉપરાંત મહેસાણાનાં તોરણવાળી માતાનાં મંદિરની પાછળ આવેલી સાડીની દુકાનમાંથી બે સાડીની તથા ઊંઝાની એક દુકાનમાં મહેંદી મૂકાવવા માટે જઇને મહેંદી મુકનારને વિશ્વાસમાં લઇને ટેબલનાં ખાનામાંથી રૂા. 10 હજારની ચોરી આઠ મહિના પૂર્વે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...