જામીન મળ્યા:રાધનપુરની કિશોરીના અપહરણના બનાવમાં બેની ધરપકડ બાદ એક મહિલા જામીન મુકત

પાટણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત એપ્રિલમાં ઘરકામ કરવા ગયેલી કિશોરી ગુમ થઇ હતી
  • કિશોરીને અંજાર લઇ જઇને તેનાં લગ્ન કરાવાયા હતા

રાધનપુર શહેરની ચામુંડા સોસાયટીમાં એક પરિવારમાં ઘરકામ કરવા ગયેલી 17 વર્ષની એક સગીરા ગુમ થતાં તેની શોધખોળ છતાં પણ તે ન મળતાં કિશોરીનાં પિતાએ રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદનાં અનુસંધાને રાધનપુર પોલીસે એક મહિલાની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરી હતી. મહિલાએ મુકેલી જામીન અરજી રાધનપુરની એડિશ્નલ સેસન્સ કોર્ટનાં જજે આરોપી મહિલાનાં એડવોકેટ આર.બી. જોશીની રજૂઆતો ધ્યાને લઇને તેને રૂ. 15 હજારનાં નિયમિત જામીન પર મુક્ત કરી હતી.

આ બનાવમાં કુલે છ આરોપીઓનાં નામો ખુલ્યા હતા. જેમાંથી બે આરોપી રેખાબેન ઠક્કર તથા રાધનપુર મુખ્ય આરોપી ધનસુખ નારણભાઈ હરજીભાઇ પિંડારિયાની ધરપકડ કરાઇ હતી. આ બનાવમાં હજુ નારણ હરજીભાઇ, નવીન હરજીભાઈ પિંડારીયા, સવિતા નવીનભાઇ પિંડારિયા તથા જુબેખાબેન ચાંદબીબી શેખનાં પણ નામો ખુલતાં તેઓની સામે પોલીસે વોરંટો મેળવ્યા છે. તેવું પોલીસે લેતાં કોર્ટમાં રજૂ કરેલા સોગંધનામામાં જણાવ્યું છે.

આ કેસની મળતી માહિતી મુજબ રાધનપુરનાં લજપતનગર મેઠાસર વિસ્તારની એક કિશોરી છેલ્લા છ માસથી અત્રેની ચામુંડાનગર સોસાયટીમાં રહેતા રેખાબેન ઠક્કરનાં ત્યાં ઘરકામ કરવા જતી હતી. તા 3-4- 2022નાં રોજ તે ઘરકામ કરવા ઘરેથી નિકળી હતી, પરંતુ તે સાંજે ઘેર પરત નહીં આવતાં તેનાં પિતાએ રાધનપુર પોલીસ મથકે અજાણ્યા વ્યક્તિ સામે અપહરણની ફરિયાદ તા. 11-4-22નાં રોજ નોંધાવી હતી.

પોલીસે આ બનાવની તપાસ હાથ ધરીને રેખા ઉર્ફે રેશ્માબેન ઠક્કરની તા. 13-5-2022નાં રોજ અટકાયત કરી હતી. તેમણે મુકેલી જામીન અરજીની સુનાવણી રાધનપુરની એડીશ્નલ સેસન્સ કોર્ટમાં હાથ ધરાઇ હતી. જેમાં આરોપીનાં વકીલે રજૂઆત કરી હતી કે, રેખાબેનની ઓરમાનબેન આ કિશોરીને સાથે ગયેલીને કિશોરી તેની સાથે સ્વેચ્છાએ ગઇ હતી. ત્યારબાદ શું થયું તે રેખાબેનને જાણ નથી. રેખાબેને માનવ તસ્કરી અંગે કોઇ રકમ મેળવેલ નથી.

સરકારી વકીલે તપાસ અધિકારીનાં સોગંધનામાનો હવાલો આપી રજૂઆત કરી હતી કે, રેખાબેને અન્ય સહ આરોપીઓ સાથે મળીને કિશોરીને કંકોત્રી આપવા જવાનું કહીને આરોપી જુલેખા સાથે અંજાર મોકલી ત્યાં અન્ય આરોપીઓ નારણ નવીનભાઇ, સવિતા વગેરે અંજાર બસ સ્ટેન્ડે લેવા આવ્યા હતા અને કિશોરીને ઇચ્છા વિરુદ્ધ નારણનાં દિકરા ધનસુખ સાથે તેમનાં જ ઘરમાં કિશોરીનાં લગ્ન કરાવ્યા અને ધનસુખે કિશોરી સાથે વારંવાર દુષ્કર્મ કર્યુ હતું. રેખાએ કિશોરીનાં લગ્ન કરાવી આપવા માટે નારણ પાસેથી રૂ. 20 હજાર બેંક મારફતે લીધા હતા અને બાકીનાં પૈસા જુલેખાએ રોકડમાં લીધા હતા. એમ જણાવી ગુનાની ગંભીરતાં જોતાં આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરવા રજૂઆત કરી હતી.

આ જામીન અરજી સંદર્ભે રાધનપુર સેસન્સ કોર્ટે આ કેસનાં ફરીયાદી અને કિશોરીને સાંભળ્યા હતા. જેમાં તેમણે કહ્યું કે, તેમને કોઇએ ધાકધમકી આપી નહોતી કે રેખાબેન કિશોરીને જબરજસ્તીથી ક્યાંય લઇ ગયેલા નથી કે તેની સાથે દુષ્કર્મ થાય તેવું કૃત્ય કરેલ નથી. તેથી રેખાબેનને જામીન પર છોડવા યોગ્ય હુકમ કરી શકે છે. કોર્ટે બંને પક્ષોની રજૂઆતો સાંભળી આરોપી રેખાબેનને રેગ્યુલર જામીન પર મુક્ત કરવા જણાવ્યું હતું કે, રેખાબેને કિશોરી સાથે દુષ્કર્મ થાય તે અંગેનો કોઇ પ્રયત્ન કર્યો નથી. કિશોરી જાતે જુલેખા સાથે ગઇ હતી. તેનું અપહરણ કરેલું નથી તેમ જણાવી ને તેમને જામીન મુક્ત કર્યા હતા.

માનવ તસ્કરીનો ભોગ બનેલી કિશોરીનું નિવેદન શું છે ?

આ માનવ તસ્કરીનો ભોગ બનેલી 17 વર્ષની કિશોરીએ આપેલા નિવેદનમાં જણાવ્યું કે, રેખાએ તેને બસ સ્ટેન્ડે બોલાવીને રેખાની બહેને તેને કંકોત્રી આપવા બહાર જવાનું કહીને તેને કચ્છ બાજુ લઇ જવાઇ હતી. અંજાર ખાતે તેને એક પુરુષ એક સ્ત્રી લેવા આવ્યા હતા. અહીં તેને નારણે 30 હજારનાં દાગીના કરી આપવાનું જણાવ્યું હતું તથા 30 હજાર રેખાને આપેલાનું કિશોરીને જણાવીને નારણે મારા લગ્ન રાત્રે તેમનાં દિકરા ધનસુખ સાથે કરાવ્યા હતા. કિશોરી બિમાર પડતાં તેને ભીમાસર દવાખાને લઇ ગયા હતા. બાદમાં પોલીસ આવીને મને (કિશોરી) ને ધનસુખને લઇ ગઇ હતી. મને અંધારામાં રાખીને અંજાર મોકલીને લગ્ન કરાવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...