રાધનપુરમાં ગઠીયા ગેંગ સક્રિય બનતા હમણાં તાજેતરમાં જ બે વ્યક્તિઓ આ ઠગ ટોળકીના ભોગ બન્યા છે. શુક્રવારે સાંતલપુરના ઝઝામ પ્રાથમિક શાળાના શિક્ષકના તેમની જાગૃતિનાં કારણે રૂ. ત્રણ લાખ બચી ગયા હતા.
પાટણ ખાતે રહેતા અને સાંતલપુરની ઝઝામ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દેવરાજભાઈ સોલંકી શુક્રવારે બપોરે રાધનપુરની સ્ટેટ બેંકમાંથી રૂ.3 લાખ લઇને નિકળ્યા અને તેઓ થેલો ખભે ભરાવીને ચાલતા જતા હતા. ત્યારે કોઇએ તેમના શર્ટ પાછળ ગંદુ ફેંક્યું હતું. જેની જાણ શિક્ષકને થઇ હતી. પરંતુ તેઓ આ પ્રકારે ગંદુ નાંખીને પૈસા લુંટની ઘટનાઓ બનતી હોવાની બાબતથી જાણતાં તેઓએ શર્ટને ઉતાર્યા વિના પાછળ ઉભેલા લોકોની સામે જોયું તો એક છોકરો હાથમાં પીચકારી લઇને ઉભો હતો. તેની પર શંકા જતાં શિક્ષક તેની પાછળ દોડ્યા હતા. પરંતુ છોકરો ભાગી ગયો હતો.
બાદમાં તેઓ બસમાં એજ ગંદા શર્ટ સાથે બેઠા હતા ને તેમાંથી ભારે દુર્ગંધ આવતી હતી. તેમનો શર્ટ ગંદો થઇ ગયો છતાં તેઓએ તેને ઉતારવાની કોશીશ કરી નહોતી. કારણકે આ ઠગ લોકો એની રાહ જોઇને બેઠા હોય છે કે, ક્યારે થેલો નીચે મુકીને શર્ટ પરનું ગંદુ સાફ કરવા જાય તને તેઓ થેલો ઉઠાવી ફરાર થઇ જાય. પરંતુ આ શિક્ષકે જાગૃતિ દાખવીને પોતાનાં મહેનતનાં પૈસા બચાવી લીધા હતા. અને સહી સલામત પાટણ આવી ગયા હતા તેઓએ આ બાબતને સોસ્યલ મિડીયા પર પોસ્ટ મુકીને લોક જાગૃતિનું કામ કર્યુ હતું. તેવું શિક્ષક દેવરાજભાઈ સોલંકીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.