તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • With Thousands Of Devotees Coming To Siddhpur Every Day, The District Collector Banned It Considering The Possibility Of Transmission Of The Corona Virus.

નિર્ણય:સિદ્ધપુર માં રોજના હજારો શ્રદ્ધાળુઓ આવતાં હોવાથી કોરોના વાયરસના સંક્રમણની શક્યતાઓને ધ્યાને લઈ ને જિલ્લા કલેક્ટરશ્રી એ પ્રતિબંધ ફરમાયો

પાટણ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • લોકોની આસ્થા પ્રત્યે સંવેદનશીલ છીએ, પરંતુ પ્રવર્તમાન પરિસ્થિતિમાં પ્રતિબંધ જરૂરી- જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી

સિદ્ધપુરના માધુ પાવડિયા ઘાટ અને સરસ્વતી નદીના પટમાં તર્પણ વિધિ માટે રોજના હજારો શ્રદ્ધાળુઓ આવે છે ત્યારે કોરોના વાયરસના સંક્રમણની શક્યતાઓને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા તર્પણ વિધિ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.સરસ્વતી નદીમાં કારતક સુદ એકમથી કારતક સુદ પુનમ સુધી તર્પણનો અનેરો મહિમા હોઈ પ્રતિવર્ષ લાખો શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ માટે આવતા હોય છે.ચાલુ વર્ષે કોરોના વાયરસના સંક્રમણનું જોખમ હોવા છતાં પ્રતિદિન હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ માટે આવે છે. જેને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા સિદ્ધપુરમાં તર્પણ વિધિ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, માધુ પાવડિયા ઘાટ અને આસપાસની ભૌગોલિક પરિસ્થિતિ અને પ્રતિદિન આવતાં શ્રદ્ધાળુઓની સંખ્યા જોતાં સામાજિક અંતર જળવાવાની શક્યતાઓ નહિવત્ છે. માટે બીજી સુચના ન મળે ત્યાં સુધી સિદ્ધપુરમાં તર્પણ વિધિ પર પ્રતિબંધ રહેશે.

વધુમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, તર્પણ એ લોકોની આસ્થા સાથે જોડાયેલો વિષય છે. જેના પ્રતિ વહિવટી તંત્ર સંવેદનશીલ છે, પરંતુ પ્રવર્તમાન પરિસ્થિતિમાં જાહેર હિતને ધ્યાને લઈ આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

સિદ્ધપુરમાં માધુ પાવડીયાએ તર્પણવિધીને લઈ કોરોના સંક્રમણ ન વધે તે માટે અધિકારીઓ દોડતા થયા હતા.
સિદ્ધપુરમાં માધુ પાવડીયાએ તર્પણવિધીને લઈ કોરોના સંક્રમણ ન વધે તે માટે અધિકારીઓ દોડતા થયા હતા.

સિદ્ધપુરમાં તર્પણ વિધિ માટે માધુપાવડિયા ઘાટ પર ભીડ એકત્ર થતા કોરોનાનો ભય વધ્યો હતો. જેના પરિણામે સિદ્ધપુર તાલુકામાં ફરી કેસો વધતા જોવા મળી રહ્યા છે. અને પ્રથમવાર સિદ્ધપુર શહેરમાં ગુરુવારે એક જ સોસાયટીમાં 9 સહીત 25 કેસ, સુજાણપુર ગામમાં 4 અને 3 ગામોમાં એક એક મળી તાલુકામાં 32 કેસનો વિસ્ફોટ થયો હતો. માધુપાવડિયા ઘાટપર પૂનમ સુધી ભીડ વધવાની શક્યતાને લઇ તંત્ર દ્વારા જાહેરનામાનો ચુસ્ત અમલ થાય માટે બંદોબસ્ત સહીત પ્રવેશ માર્ગ પર ચેકપોસ્ટ બનાવી મોટા વાહનોને પ્રવેશ બંધ, ઘાટ પર આવતા લોકોના ટેસ્ટિંગ અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય માટે પોલીસ તંત્ર ખડેપગે જોવા મળ્યું હતુ. પરંતુ છતાં ગુરૂવારે સાંજે શહેરમાં મોટો વિસ્ફોટને લઇ કલેકટર દ્વારા ઘાટ પર તર્પણ વિધિ પર જ પ્રતિબંધ મૂકી દેવાયો હતો. ગુરૂવારે જિલ્લા કલેકટર,એસપી અક્ષયરાજ મકવાણા સહીત સિધ્ધપુર સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ઘાટ પર રીહર્સલ કરવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...