માવઠું:પાટણ જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ શરૂ, એક ઇંચથી વધુ વરસાદ પડતાં ખેડૂતોના જીવ પડીકે બંધાયા

પાટણ20 દિવસ પહેલા
  • પાટણ સહિત સરસ્વતી, સમી હારીજ, રાધનપુર અને સાંતલપુરમાં વરસાદ કમોસમી વરસાદથી ખેડૂતોના પાક પર સંકટની ચિંતા

ગુજરાત બે દિવસ માવઠાની અગાઈને પગલે પાટણ જિલ્લા વાતાવરણમાં પલટો આવ્યો હતો. જ્યારે આજે વહેલી સવારે કમોસમી વરસાદ પડતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. વહેલી સવારે ચાર વાગ્યાંથી ઝરમર વરસાદ શરુ વરસ્યો હતો.ચાર વાગ્યાં સુધીમાં 29 મિમી એટલે કે એક ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો.

દેશના ઉત્તરીય ભાગમાં થયેલી હિમ વર્ષાને પગલે ગુજરાતના પણ અનેક ભાગમાં ઠંડીનું જોર વધવા લાગ્યું છે. બીજી તરફ વાદળછાયા વાતાવરણથી ખેડૂતોની ચિંતા વધી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં 18થી 21 નવેમ્બર સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ થવાની સંભાવનાઓ સેવાઇ હતી.

બુધવારે પાટણ સહિત ચાણસ્મા, સરસ્વતી, સમી હારીજ, રાધનપુર અને સાંતલપુર તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. જ્યારે ગુરુવારે વહેલી સવારથી કમોસમી વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિતત બન્યા હતા. આ કમોસમી વરસાદ શિયાળુ પાકને નુકસાન થવાની સંભાવના સેવાઇ હતી.

સવારે 10 વાગ્યા સુધીના વરસાદના આંકડા

  • ચાણસ્મા- 6 મિમી
  • પાટણ- 4 મિમી
  • રાધનપુર- 4 મિમી
  • સાંતલપુર- 4 મિમી
  • સિદ્ધપુર- 3 મિમી
  • શંખેશ્વર- 2 મિમી
  • સમી- 2 મિમી

ભરશિયાળે ચોમાસાનો માહોલ જામતાં જુવાર બાજરી લચકા બાજરી ના પૂળા બીટી કપાસમાં આવેલી કેરીઓ અને વીણવા આવેલા કપાસને નુક્સાન જવાની ઘેરી ચિંતા સાથે એરંડામાં પણ માળો આવી છે. ત્યારે તેમાં પણ મોટું નુકસાન થવાની ચાણસ્મા પંથકના ખેડૂતોએ દહેશત વ્યક્ત કરી હતી.

મીઠીઘારીયાલના સતરા જી ઠાકોરે જણાવ્યું હતું કે, કેનાલ નજીક આવેલી મીઠીઘારીયાલના પટેલ ભાગથી જમીનનું વાવેતર કર્યું છે અને હાલમાં બીટી કપાસ એરંડાનું વાવેતર કરવામાં આવતા હાલમાં આ પાક પૂર્ણતાના આરે છે. ત્યારે હાલના કમોસમી વરસાદથી નુકસાન થવાની દહેશત વ્યક્ત કરતા ખેડ ખાતર અને પિયતનું પણ ખર્ચ વળે તેમ નથી. તેમ જણાવી ભાવુક બની ગયા હતા અને પડયા ઉપર પાટું જેવી સ્થિતિ થઈ હોય તેમ જણાવી ગળગળા થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...