છેલ્લા છ માસથી પરપ્રાંતિય મહારાષ્ટ્ર સ્ટેટ માંથી પોતાના પરિવારથી વીખુટી પડેલ 45 વર્ષીય મહીલા ને વન સ્ટોપ ની મદદથી બાલીસણા પોલીસે તેને મહારાષ્ટ્ર સ્ટેટ માં પોતાની સાથે લઇ જઇ પરિવાર ના સભ્યોને કંકાવલી પોલીસ સ્ટેશન બોલાવી રૂબરૂમાં કબજો સોંપવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસ વડા દ્રારા અવાર નવાર સુચનાઓ આપવામાં આવેલ કે કોઇપણ વ્યક્તિ પોતાના પરીવાર તરફથી કોઇપણ કારણસર વિખુટી પડી ગયેલ હોય અને મળી આવે તો તે બાબતે પુરતા પ્રયત્નો કરી પરીવારના સભ્યોનો સંપર્ક કરી સોંપવા અંગેના પ્રયત્નો કરવા જે અનુસંધાને ગત તા-10/02/23 ના રોજ સમી પોલીસ સ્ટેશના બાસ્પા ગામેથી એક મહીલા મળી આવતાં કોઇ એક જાગૃત નાગરીકે 181 અભયમ હેલ્પ લાઇનમાં ફોન કરતાં તે મહીલા ને 181 અભયમ મોબાઇલના કર્મચારીયોઓ તેને સખી વન સ્ટોપ સેન્ટર ધારપુર હોસ્પીટલ ખાતે લાવતાં સખી વન સ્ટોપ સેન્ટર ના સંચાલકોએ ઉપરોક્ત મહીલાને પોતના વતનમાં પહોંચાડવા સારૂ જરૂરી મદદરૂપ બનવા અંગે પોલીસ ને લેખીત રિપોર્ટ આપતાં પોલીસે જાતે સખી વન સ્ટોપ સેન્ટરમાં જઇ સંચાલકોની રૂબરૂમાં ઉપરોક્ત મહીલાની પુછપરછ કરી કાઉન્સલીંગ કરતાં મહીલાએ પોતાનુ નામ વનીતાબેન બાલકૃષ્ણ કામવલે ઉ.વ-45રહે સાગવે તા કંકાવલી જી.સિન્ધુદુર્ગ રાજ્ય મહારાષ્ટ્ર વાળી હોવાનું જણાવ્યું હતું.
પોતાના પરીવારના માણસોનો કોઇ સંપર્ક નંબર ની ખબર નથી તેવુ અસ્પષ્ટ મરાઠી ભાષામાં જણાવતાં પોલીસે તથા સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલકોએ તેના વતનના સરનામાની અને વતનના પોલીસ સ્ટેશની માહીતી મેળવતાં અને ઉપરોક્ત જગ્યાએ રૂબરૂમાં જઇ પરીવારના સભ્યોને કબજો સોંપવા અંગે મંજુરી મળતાં બાલીસણા પોલીસે મહારાષ્ટ્ર સ્ટેટના કંકાવલી પોલીસ સ્ટેશનની રૂબરૂમાં જઇ થાણા અધિ.ને રૂબરૂમાં મળી તેઓને વાકેફ કરતાં તેઓએ મહીલાના પરીવારના સભ્યોને બોલાવવાની વ્યવસ્થા કરતાં મહીલાના દિયર નામે અશોક દત્તારામ કામવલે રહે.સાગવે તા.કંકાવલી જી.સિન્ધુદુર્ગ મહારાષ્ટ્ર વાળાઓ પોતે પોલીસ સ્ટેશને આવતાં મુલાકાત કરાવી કંકાવલી પો સ્ટેના કર્મચારીઓની રૂબરૂમાં મીલન કરાવી કબ્જો સોંપી ગુજરાત પોલીસ પ્રત્યે વિશ્વાસ સંપાદન કરાવી પ્રસંશનીય કામગીરી કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.