તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરસ્વતીના એક ગામની ઘટના:રિસામણે ગયેલી માતાને યાદ આવતાં 181 ટીમની મદદથી પૂત્રી પાછી મેળવી

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરસ્વતીના એક ગામની ઘટના : મહિલા રિસામણે ગઈ હતી
  • ઘર કંકાસથી કંટાળી મહિલા એક વર્ષની પુત્રીને મુકી પીયર જતી રહી હતી

પાટણ તાલુકાના સરસ્વતી તાલુકાના એક ગામમાં રહેતા પરિવારમાં સામાન્ય ઝઘડો થતાં માતા એક વર્ષની દીકરીને મુકીને પિયર ચાલી ગયા બાદ ત્રણ દિવસ બાદ પુત્રની યાદ આવતાં પાટણ 181 અભિયમની મદદ લઈ પુત્રી સાથે પીયર મોકલાઈ હતી.

સરસ્વતી તાલુકાના એક ગામમાં 181 અભિયમ મહિલા હેલ્પ લાઇનની ટીમે માતા- દીકરીનું મિલન કરાવ્યું હતુ. કાઉન્સેલર જીનલબેન પરમારે જણાવ્યું હતુ કે, નિલમબેન (નામ બદલ્યું છે)ના લગ્ન ચાર વર્ષ અગાઉ થયા હતા. જેમને લગ્ન જીવન દરમિયાન 1 વર્ષની દીકરી છેે. જોકે, પતિ સાથે સામાન્ય બાબતે ઝઘડો થતાં ગુસ્સામાં દીકરીને મુકીને પિયરમાં ચાલી ગઇ હતી. પરંતુ ત્યારબાદ યાદ આવતાં 181 અભિયમની મદદ માંગી હતી. એે. એસ. આઇ. માયાબેન અને ડ્રાયવર મેહુલભાઇ સાથે તેણીના પિયરમાં ગયા હતા. તેના સાસરીમાં જઇ પતિ સહિત પરિવારજનો સાથે સફળ કાઉન્સિંગ કરતાં દીકરી આપતા માતાનું દીકરી સાથે સુખદ મિલન થયું હતુ. જોકે, તેણી સાસરીમાં રહેવા માંગતી ન હોવાથી તેના કહેવાથી દીકરી સાથે પિયરમાં મુકવામાં આવી હતી.

181 મહિલા અભયમની ટીમે મહિલાના પતિ સહિત સાસરીયાંને સમજાવી કાઉન્સેલિંગ કરી માતા-પુત્રીનું સુખદ મિલન કરાવ્યું હતું. ઉશ્કેરાટમાં રિસાઈને પીયર ચાલી ગયેલી મહિલાને તેની 1 વર્ષની પુત્રીની સતત યાદ સતાવતાં 181 મહિલા અભયમની મદદ માગતાં સુખદ અંત આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...