વેચાણને અસર:અંબાજીનો મેળો રદ થતાં પાટણમાં ધજા, પ્રસાદીનું 50 ટકા વેચાણ ઘટ્યું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાંથી સંઘો અને પગપાળા માઇભક્તો જવાનું ટાળતા 80 ટકા વેચાણ ઘટ્યું

પાટણ શહેરમાંથી અંદાજે આઠ-દસ હજાર જેટલા માઇ ભકતો પગપાળા અને 60 જેટલા સંઘ અંબાજી માતાજીના દર્શનાર્થે જતા પહેલા શહેરમાંથી પ્રસાદી અને યથાશક્તિ પ્રમાણે માતાજીને ચઢાવવા માટે ઘજાઓ ખરીદી કરતા હોય છે.જેને લઈ શહેરમાં રસ્તા ઉપર ફેરિયાઓ પ્રસાદી અને ધજાઓનું વેચાણ કરવા ઉભા રહેતા હોય છે.

દર વર્ષે અંદાજે શહેરમાંથી 5 લાખથી વધુ રૂપિયાની પ્રસાદી અને ધજાનું વેચાણ થાય છે.પરંતુ આ વર્ષે મેળો રદ થતા મોટા ભાગના તમામ સંઘો રદ થતા હોય વરસાદી માહોલને લઈ માઇભક્તો પણ પગપાળા જવાનું ટાળી ગયા હોય વાહનો લઇને દર્શન કરવા જતા હોય પ્રસાદી અને ધજા ખરીદવાનું ટાળી રહ્યા છે.

જેને લઇને ફેરિયાઓને પ્રસાદી અને ધજાનું વેચાણ મોટા પ્રમાણમાં ઘટી જવા પામ્યું છે. વેપારી રાજુભાઈએ જણાવ્યું હતું કે મેળો ચાલુ હોય ત્યારે મારે 300 થી વધુ રજાઓ અને 500 કિ.લો આસપાસ પ્રસાદ વેચાય છે. આ વર્ષે મેળો થવાની આશાએ માલ સ્ટોક કરવામાં આવ્યો હતો.પરંતુ જોઈએ તે પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું નથી.ફક્ત ગતવર્ષની સરખામણીએ 15 થી 20 ટકા વેચાણ થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...