તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકોમાં રોષ:જિલ્લામાં રસીકરણમાં 50 કાપ મુકાતાં 250 માંથી 70 જ સેન્ટર ચાલુ રહેશે

પાટણ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • પાટણમાં સોમવારે 8 પૈકી 6 સેન્ટરો બંધ રાખતા લોકોમાં રોષ

પાટણ શહેરમાં લોકોને વેક્સિન આપવા માટે આઠ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા હતા.પરંતુ છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં સેન્ટરોની માંગણી સામે રસીનો 50 ટકા સ્ટોક જ ન આવતા શહેરમાં બાકીના કેટલાક સેન્ટર બંધ રાખવામાં આવી રહ્યા છે.મંગળવારે શહેરમાં 6 સેન્ટરો બંધ રાખી ફક્ત અર્બન સેન્ટર 1 અને 2 જ રસી આપવામાં આવી હતી.જેમાં પણ માર્યાદિત ડોઝ આવતા સામે ભીડ ઉમટી પડતા રસી ખૂટી પડી હતી.પાટણ જિલ્લામાં રસીકરણના કેન્દ્ર શરૂ છે પરંતુ જિલ્લામાં મર્યાદિત વેક્સિનનો સ્ટોક આપવામાં આવતા હાલમાં 250 સેન્ટરો માંથી જરૂયાત વાળા 70 આસપાસ સેન્ટરો જ શરૂ છે.

જેમાં પ્રથમ અને સેકન્ડ ડોઝ સાથે આપવાના હોઈ પ્રથમ ડોઝ લેનાર લોકો માટે 50% આસપાસ જ રસીના ડોઝ આપવામાં આવતા બપોર સુધીમાં જ રસીકરણ કેન્દ્ર શરૂ રાખવામાં આવી રહ્યા છે. અંદાજે એક સેન્ટર ઉપર પહેલા 70 થી 100 આસપાસ લોકોનું રસીકરણ કરવામાં આવતું હતું.પરંતુ હાલમાં ગામડાઓમાં સેન્ટર ઉપર 30 થી 40 જ ડોઝ ફાળવવામાં આવતા એટલા જ લોકો નું રસીકરણ થઈ રહ્યું છે.ત્યારે વહેલી સવારથી લોકો લાઈનમાં લાગતા શરૂઆતના લોકોએ રસી આપ્યા બાદ ખૂટી પડતા બાકીના લોકોને બીજા દિવસે રસી લેવા માટે કહેવામાં આવી રહ્યું છે

રોજે બે રોજ 50 ટકા ઉપર લોકોને સેન્ટર ઉપર થી રસી ન મળતા ધક્કા પડી રહ્યા છે. પાટણ શહેરમાં સરેરાશ 8 સેન્ટરો પર રોજના 200 થી વધુ લોકો રસી લેવા માટે આવતા સરેરાશ 2000 લોકોને રસીકરણની સંખ્યા આરોગ્ય વિભાગ જણવી રહી છે.ત્યારે ગાંધીનગરમાંથી 8 દિવસ પહેલા 1800 ડોઝ આપતા એકજ દિવસમાં આટલા લોકોને રસીકરણ કરાયું હતું.પરંતુ ત્યારબાદ સતત ડોઝ ઘટી રહ્યા છે.મંગળવારે શહેરમાં આઠ સેન્ટરો વચ્ચે ફક્ત 450 ડોઝ જ આવ્યા હતા.જેથી ફક્ત બે સેન્ટરો શરૂ રાખી અન્ય 6 બંધ રાખ્યા હતા.

જિલ્લામાં રસીકરણ
દિવસપ્રથમ ડોઝસેકન્ડ ડોઝ
29 એપ્રિલ11111348
30 એપ્રિલ1396579
1 મે1606369
2 મે724731
3 મે15902476
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો