તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યવસ્થા:ત્રણ ટન ઓક્સિજન વધારે મળતાં ધારપુર હોસ્પિટલમાં 100 માંથી 20 બેડ શરૂ કરાયા

પાટણ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
ધારપુર હોસ્પિટલમાં નવો- કોરોના વોર્ડ શરૂ કરાયો - Divya Bhaskar
ધારપુર હોસ્પિટલમાં નવો- કોરોના વોર્ડ શરૂ કરાયો
 • કોરોના દર્દીઓ માટે 100 બેડ નો વોર્ડ બનાવવા કે.કે.પટેલ અને બેબા શેઠે રૂ.45 લાખ નું યોગદાન આપ્યું
 • ઓક્સિજન નિયમિત મળશે તો ધીમે ધીમે બેડની સંખ્યામાં વધારો કરાશે: સુપ્રિટેન્ડેન્ટ

ધારપુર મેડિકલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સેવામાં વધારો થવાની આશા બંધાઈ છે.મંગળવારે ત્રણ ટન ઓક્સિજનનો જથ્થો વધારે ફાળવવામાં આવતા 100 બેડ નો નવો વોર્ડ શરૂ કરવા માટે તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે પરંતુ પ્રથમ તબક્કે માત્ર 20 બેડ શરૂ કરવામાં આવ્યા છે. નિયમિત રીતે ઓક્સિજન મળતો રહેશે તો ધીમે ધીમે બેડ માં વધારો કરવામાં આવશે. આ 100 બેડ નો વોર્ડ ઉભો કરવામાં નિરમા કંપનીના ચેરમેન કરસનભાઈ પટેલ અને પાટણના બિલ્ડર બેબાશેઠે બંને મળી અંદાજે કુલ રૂ.45 લાખનો સહયોગ કર્યો છે.

ધારપુર મેડિકલ હોસ્પિટલમાં 250 દર્દીઓથી કોરોના વોડૅ ભરાઈ ગયો છે. વેન્ટિલેટર બાયપેપ ની જરૂર હોય તેવા 50 દર્દીઓનું વેઈટિંગ છે અને ગંભીર નથી તેવા 160 દર્દીઓનો વેઈટિંગ રહે છે. દર્દીઓની સેવામાં વધારો કરવા માટે 100 બેડ નો એક અને 70 બેડ નો બીજો એમ બે વોર્ડ લાંબા સમયથી તૈયાર છે. પરંતુ ઓક્સિજનની અછતના કારણે આ બંને વોર્ડ શરૂ કરવામાં આવ્યા નથી.

પરંતુ મંગળવારે વધારે ત્રણ ટન ઓક્સિજનનો જથ્થો આપવામાં આવતા 100 બેડ નો વોર્ડ શરૂ કરવા માટે તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. પ્રથમ તબક્કે 20 બેડ કાર્યરત કરવામાં આવ્યા છે.ધારપુર મેડિકલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો.મનીષ રામાવતે જણાવ્યું હતું કે ઓક્સિજનનો પુરવઠો નિયમિત મળતો રહેશે તો ધીમે ધીમે બેડ માં વધારો કરીશું.

હવે ઓક્સિજનની અછત નથી : તંત્ર
તંત્રએ જણાવ્યું હતું કે હવે ઓક્સિજનની અછત નથી દરરોજ સરેરાશ 20 ટન ઓક્સિજનની જરૂરિયાત રહે છે. જેમાં 10 ટન શીતલ ઓક્સિજન પ્લાન્ટ પરથી મળે છે 7.2 ટન ધારપુર હોસ્પિટલને મળે છે અને સાડા ત્રણ ટન જેટલો જથ્થો મહેસાણા થી આવે છે. આમ જરૂરિયાત પ્રમાણેનો 20 ટન ઓક્સિજનનો જથ્થો મળી રહે છે. મંગળવારે વધારે ત્રણ ટન જથ્થો ધારપુર હોસ્પિટલને મળ્યો છે. અને આગામી દિવસોમાં વધારે જથ્થો પણ મળશે.

દાતાઓએ સહયોગ આપ્યો
ધારપુર મેડિકલ હોસ્પિટલમાં 100 બેડ નો વોર્ડ ઉભો કરવા માટે નિરમા કંપની ના ચેરમેન કરસનભાઈ પટેલ અંદાજે રૂ20 લાખના ખર્ચે ત્રણ પોટાટ્રાયો ( ઓક્સિજન ટેન્ક) આપી છે જ્યારે પાટણના બિલ્ડર બેબા શેઠે અંદાજેરૂ25 લાખના ખર્ચે દર્દીઓ માટે 50 મોનિટર 50 ઓક્સિજન મીટર 190 ધબડા 10 ટ્રાયસીકલ પાંચ સ્ટેચર 125 દવા મુકવા માટે ના કબાટ હોસ્પિટલ ને આપ્યા છે તેમજ આઠ ટોયલેટ અને આઠ બાથરૂમ બનાવી આપ્યા છે. આ વોર્ડ ઉભો કરવામાં કલેકટર સુપ્રીતસીગ ગુલાટી અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજમકવાણા એ પણ મહેનત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો