ઓબ્ઝર્વરની નિમણૂક:પાટણ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને ન્યાયિક રીતે સંપન્ન થાય તે માટે સતત નિરીક્ષણ કરશે

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભાની તારીખો જાહેર થયા બાદ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. મતદારોને મતદાન અંગે જાગૃત કરવાથી લઈને કાયદો અને વ્યવસ્થા, અવસર કેમ્પેઈન, મતદાન મથકોની વગેરેની તૈયારીઓ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. વિધાનસભા ચૂંટણી પ્રક્રિયા દરમિયાનની તમામ કામગીરી પર વોચ રાખવા માટે જિલ્લામાં ઓબઝર્વરઓનું આગમન થયું છે.

આ ઓબઝર્વરઓ જિલ્લામાં ચૂંટણીની કામગીરી પર નિરીક્ષણ કરવા અર્થે ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા છે. જેમાં જનરલ ઓબઝર્વરઓ પબ્રિતા રામ ખૌંડ, ભાસ્કર કટામ્નેની, ખર્ચ ઓબઝર્વરઓ સુસાંતા મિશ્રા, તેમજ સર્વેશ સીંઘ અને પોલીસ ઓબઝર્વર જન્મેજ્યા પી. કૈલાશ જિલ્લાનો સમાવેશ થાય છે. આ પાંચ ઓબઝર્વરઓ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પાટણ જિલ્લામાં જ રહેશે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખશે.

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વ્રારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ પાટણ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયામાં નિરીક્ષણ કરવા માટે ઓબઝર્વર્શીઓની નિમણૂક કરવામાં આવી છે. પાટણ જિલ્લામાં બીજા તબક્કામાં તા.05.12.2022 ના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. તેથી જ્યાં સુધી ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી બે જનરલ ઓબઝર્વરઓ તેમજ બે ખર્ચ ઓબઝર્વર અને એક પોલીસ ઓબઝર્વર પાટણના સર્કિટ હાઉસ ખાતે રહેશે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણ વચ્ચે સંપન્ન થાયે તે માટે દરેક કામ પર નજર રાખશે.

ભારતીય ચૂંટણી પંચ દ્વારા પાટણ જિલ્લામાં જે ઓબઝર્વરઓની નિમણૂક કરાઈ છે તે મુજબ જનરલ ઓબઝર્વર તરીકે પબ્રિતા રામ ખૌંડની 16-રાધનપુર અને 17 ચાણ્સમા વિધાનસભા માટે નિમણૂક કરવામાં આવી છે.

જનરલ ઓબઝર્વર ભાસ્કર કટામ્નેનીની 18-પાટણ અને 19-સિદ્ધપુર વિધાનસભા માટે નિમણૂક કરાઈ છે. આ તરફ ખર્ચ ઓબઝર્વર તરીકે સુસાંતા મિશ્રાની 16-રાધનપુર અને 17 ચાણસ્મા બેઠક માટે નિમણૂક કરાઈ છે. ખર્ચ ઓબઝર્વરશ્રી સર્વેશ સીંઘની 18-પાટણ અને 19-સિદ્ધપુર બેઠક માટે નિમણૂક કરાઈ છે.

પોલીસ ઓબઝર્વર તરીકે જન્મેજ્યા પી.કૈલાશની પાટણની ચારેય વિધાનસભા બેઠકો માટે નિમણૂક કરાઈ છે. કેન્દ્રીય પંચ દ્વારા નિમણૂક કરાયેલ પાંચ ઓબઝર્વર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પાટણમાં જ રોકાણ કરશે તેથી જાહેર જનતા પૈકી ચૂંટણીના સંદર્ભમાં કોઈ પણ પ્રકારની રજૂઆત કરવા માંગતા હોય તો તા.17.11.2022 થી તા.05.12.2022 સુધી સવારના 09.00 કલાકથી 11.00 કલાક દરમિયાન જિલ્લાના કોઈપણ નાગરિક નીચે આપેલ સરનામા પર રૂબરૂ, પત્રથી કે ટેલિફોનથી ફરિયાદ કે સુચનો કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...