તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાટણ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપની જેમ કોંગ્રેસમાં પણ ઠાકોર સમાજનું પ્રભુત્વ રહ્યું છે. ભાજપે ઠાકોર સમાજના 14 તો કોંગ્રેસે 15 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.કોંગ્રેસે જિલ્લા પંચાયતના 3 સદસ્યોની પત્નીને ટિકિટ આપી રિપીટ કર્યા છે. બાકીના 11 સદસ્યોના પત્તા કાપ્યા છે. બળવો ન થાય તે માટે કોંગ્રેસે ઉમેદવારોને ઈશારો કરી ફોર્મ ભરાવી દીધા હતા છેલ્લી ઘડી સુધી ઉમેદવારો જાહેર કર્યા ન હતા.ઉમેદવારી ફોર્મ ભરવાનો સમય પૂર્ણ થયા બાદ યાદી જાહેર કરી હતી.
સાપ્રા નાયતા અને મેમદાવાદ બેઠક પર કોંગ્રેસે જિલ્લા પંચાયતના ત્રણ સદસ્યોની પત્નીઓને ટિકિટ આપી રિપીટ કર્યા છે. કોંગ્રેસે જિલ્લા પંચાયતના સદસ્ય વર્ષાબેન અમીન, જોઈતીબેન ઠાકોર, કૈલાસબેન ચૌધરી, રફિકભાઈ મોમીન, પશીબેન ઠાકોર, જોહરાબેન સુણસરા, અમૃતલાલ પટેલ, જેતલબેન દેસાઈ, બાબુજી ઠાકોર, હેમાંબેન ચૌધરી, દશરથભાઈ ભીલને રીપીટ કર્યા નથી. દુદખા બેઠક પર હીરાબેન કરસનજી ઠાકોરને કોંગ્રેસે ટિકિટ આપી છે ગત ચૂંટણીમાં તેમના પતિ કરસનજી ઠાકોરને ટિકિટ આપી હતી પરંતુ તેઓ ગોચનાદ બેઠક પર ચૂંટણી હારી ગયા હતા તે જ રીતે સાંતલપુર બેઠક પર ભચાભાઇ આહિરને ટિકિટ આપી છે.
જો કે, ગત ચૂંટણીમાં પણ તેમને ટિકિટ મળી હતી પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા હતા ફરીથી રિપિટ થયા છે. રોડા બેઠક પર મંગુબેન અનારજી ઠાકોરને ટિકિટ મળી છે.ગત ચૂંટણીમાં તેમના પતિ અનારજી ઠાકોરને ટિકિટ મળી હતી પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા હતા. વારાહી બેઠક પર રાજીબેનહરદાસ ભાઈ આયરને ટિકિટ આપી છે. હરદાસભાઇ આહીર હાલમાં રાધનપુર નગરપાલિકા ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન છે અને તેમની પત્નીને જીલ્લા પંચાયતની ચૂંટણી લડવા માટે કોંગ્રેસે ટિકિટ આપી છે. નેદરા બેઠક પર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અભેસિંહ ઠાકોરના પત્ની મશરૂબેનને ટિકિટ આપી છે.
જ્ઞાતિવાદી સમીકરણ
જ્ઞાતિ | સંખ્યા |
ઠાકોર | 15 |
પટેલ | 3 |
અનુ.જાતિ | 3 |
મુસ્લિમ | 3 |
દેસાઈ | 1 |
બ્રાહ્મણ | 1 |
નાડોદા | 2 |
અનુ.આદિજાતિ | 1 |
આહિર | 2 |
ચૌધરી | 1 |
આમને ટિકિટ મળી
બેઠક | ઉમેદવાર |
બાલીસણા | ઠાકોર કલીબેન શ્રવણસિંહ |
કુણઘેર | ઠાકોર સંગીબેન અજીતસિંહ |
કમલીવાડા | પટેલ સંદીપકુમાર રામજીભાઈ |
રણુંજ | પટેલ અશ્વિનભાઈ સંકરભાઈ |
સાંપ્રા | રાઠોડ મંજુલાબેન પ્રવિણભાઇ |
વાયાડ | ઠાકોર કંચનબેન રણજીતસિંહ |
વામૈયા | અઘરીયા ઈકબાલભાઈ ડોસનભાઈ |
મેસર | ઠાકોર વદુસિંહ મદારજી |
નયતા | ઠાકોર રઈબાબેન મોઘજીજી |
વાઘણા | ચરોલિયા ઇબ્રાહિમભાઈ જમાલભાઇ |
કુવારા | પરમાર નિકીતાબેન મહેશભાઈ |
નેદરા | ઠાકોર મસરૂબેન અભેયસિંહ |
કાકોશી | મલેક મરજીનાબેન મહેબુંબખાન |
બીલીયા | બારોટ દીપકકુમાર નટવરલાલ |
ધિણોજ | આચાર્ય અમિતાબેન છનાલાલ |
વડાવલી | પટેલ નીલેશકુમાર મોહનભાઇ |
કંબોઈ | રબારી અમથીબેન મોતીભાઈ |
માંકા | ઠાકોર લીલાજી મફાજી |
વાઘેલ | ઠાકોર ગલીબેન બળવંતજી |
રોડા | ઠાકોર મંગુબેન અનારજી |
શંખેશ્વર | ચાવડા ભાવનાબેન ભરતભાઈ |
લોલાડા | ઠાકોર વિનોદકુમાર કાંતીજી |
સમી | ઠાકોર રમેશભાઈ પશાભાઈ |
ગોચનાદ | નાડોદા હરીભાઈ મહાદેવભાઈ |
દુદખા | ઠાકોર હીરાબેન કરસન જી |
મેમદાવાદ | રાઠોડ અજીબેન જગદીશ ભાઈ |
કમાલપુર(સા) | રાણા હરેશભાઈ ડાહ્યાભાઈ |
સીનાડ | ચૌધરી રમેશભાઈ ગોવિંદભાઈ |
કોલીવાડા | ઠાકોર ગગુબેન પોપટજી |
વારાહી | આયર રાજીબેન હરદાસભાઈ |
સાંતલપુર | આહીર ભચાભાઈ પતાભાઈ |
કોરડા | ઠાકોર પુંજાભાઈ સકતાભાઈ |
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.