કોંગ્રેસ અને આપ પર પ્રહારો:રાહુલ ગાંધી નર્મદા વિરોધી મેઘા પાટકરને લઈને કેમ ફરે છે? : નડ્ડા

હારીજ,સિદ્ધપુર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાણસ્મા,સિદ્ધપુરમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને પાટણમાં આપના સંસદ રાઘવ ચડ્ડાએ સભા સંબોધી

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષે કોંગ્રેસ અને અાપ પર પ્રહારો કર્યા
ચાણસ્મામાં ભાજપના ઉમેદવાર દિલીપજી ઠાકોરના પ્રચાર માટે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની સભા યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષે સંબોધન કરતા જણાવ્યુ હતું નર્મદા ડેમના વિરોધી મેઘા પાટકર સાથે રાહુલ ગાંધી ભારત જોડે યાત્રામાં જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી પેલા તૂટેલી કોંગ્રેસ જોડે ભારત દેશ જોડાયેલો જ છે. વધુમાં તેમને કહ્યું હતું કે કોંગ્રેસ દેશને તોડનાર આતંકવાદીઓ, દેશદ્રોહીઓ સાથે ઊભી રહેનાર પાર્ટી છે. તે ભારતને શું જોડશે. તો આમ આદમી પાર્ટી ઉપર કટાક્ષ કરતાં જણાવ્યું કે ઉતર પ્રદેશમાં 350 બેઠક પર ચૂંટણી લડી જેમાં 349 બેઠક પર જમાનત જપ્ત થઈ, ઉત્તરાખંડમાં 69 બેઠક પર ચૂંટણી લડ્યા 68 બેઠક પર જમાનત જપ્ત થઈ હવે હિમાચલમાં 67 બેઠકો ઉપર ચૂંટણી લડીને આવ્યા છે તેમાં પણ જમાનત જપ્ત થઈ જશે. અને ગુજરાતમાં પણ આવું જ દશા થશે. સાંજે સિદ્ધપુરમાં પણ સભા સંબોધી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર વિવિધ પ્રહારો કર્યા હતા.

મોંઘવારી,ભ્રષ્ટાચાર દૂર કરવા હવે નવા એન્જિનની જરૂર : રાઘવ ચડ્ડા

પાટણમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાલેશ ઠક્કરના સમર્થનમાં આપના રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ડાની મંગળવારે સભા યોજાઈ હતી. તેમણે જણાવ્યું કે ભાજપના જૂના ડબલ એન્જિન સરકારના બદલે ગુજરાતમાં મોંઘવારી અને ભ્રષ્ટાચાર દૂર કરવા માટે હવે નવા એન્જિનની જરૂર છે. ભાજપ કોંગ્રેસને મત આપશો તો તેમના નેતાઓના દીકરા મોટા બનશે. કેજરીવાલને આપશો તો તમારા છોકરા.. લોકોને સુવિધા મળે તો એમાં ભાજપને શું વાંધો છે. કોંગ્રેસને મત ન આપતા. ઉમેદવાર લાલેશ ઠક્કરએ મદારીની ડુગડુગી વાગે તો તાળીઓ પડે પણ વોટ ન અપાય તેમ જણાવ્યું હતું.

બધા મને બહારનો કહે છે...મને ખબર નહી હું ક્યાંનો છું : અલ્પેશ ઠાકોર

રાધનપુરમાં ભાજપના ઉમેદવાર લવિંગજી સોલંકીના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે હું જ્યાં જઉ ત્યાં બધા મને કહે છે હું બહારનો છું, મને ખબર નથી કે હું ક્યાંનો છું.અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું કે મારા અને શંકરભાઇ ચૌધરી ઉપર વિશ્વાસ કરીને લવિંગજીની જે તે ભૂલોને માફ કરીને એમને જિતાડો. તમે મને પોતાનો માન્યો હોય તો મારા ઠાકોરસેનાના છોકરાઓને પણ પોતાનો માની લેજો. મારા ઠાકોરસેનાના છોકરાઓ ખુબ સારા છે, તમને સહકાર આપવામાં ક્યાય કચાશ નહી રાખે. આ લોકો તોફાની લોકો નથી.

અન્ય સમાચારો પણ છે...