સાંતલપુર તાલુકાનાં એક ગામની એક અભ્યાસ કરતી કિશોરીનો પીછો કરી અઘટિત માંગણી કરી છેડતી કર્યાનો આક્ષેપ કરતી ફરીયાદ આ કિશોરીએ નોંધાવતાં પોલીસે આઇપીસી 354એ/354ડી/ તથા પોકસો એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો. આ અંગેની મળતી માહિતી મુજબ સાંતલપુરનાં એક ગામમાં રહેતી 16 વર્ષ કિશોરી ધો.11માં અભ્યાસ કરતી હોવાથી તે સરકારી બસમાં અપડાઉન કરતા હોવાથી તે બસમાંથી ઉતરીને ઘર તરફ જતા હોય ત્યારે છેલ્લા એકાદ મહિનાથી ગામોની શખ્સ કિશોરીની પાછળ પાછળ પીછો કરીને જાત જાતનાં ઇશારાઓ કરીને હેરાન કરતો હતો. ગઇ તા. 9-1-23નાં રોજ સાંજે કિશોરી બસમાંથી પોતાના ગામના પાટીયે ઉતરીને ઘર તરફ જતી હતી ત્યારે શખ્સે તેનો હાથ પકડ્યો હતો અને કહેલ કે, મારી સાથે કેમ સંબંધ રાખતી નથી. તું જો સંબંધ નહિં રાખે તો તને ઉપાડી જઇશે. તેવી ધમકી આપતાં કિશોરીની મમ્મી તેને ઠપકો આપવા જતાં આરોપીએ તેને ધમકી આપી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.