તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Whether Bhadarvi Poonam's Holy Day Will Be Celebrated At The Famous Shakitpeeth Ambaji Or Not, Devotees Were Taken Aback

શ્રદ્ધાળુઓ અસમંજસમાં:પ્રસિદ્ધ શકિતપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના પાવન પર્વની ઉજવણી થશે કે કેમ તેને લઈ ભક્તો અવઢવમાં મુકાયા

પાટણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝીણીપોળના માઈભક્તો બાવન ગજની ધજા લઈ અંબાજી જવા પ્રસ્થાન કરશે
  • ભાદરવી પૂનમે પાટણ શહેરના 61 પગપાળા સંઘો સંધ દ્વારા નહી પરંતુ એકલ-દોકલ અંબાજી પગપાળા જશે
  • પાટણના દ્વારકેશ મિત્ર મંડળ સંઘે અંબાજી જવા પ્રસ્થાન કર્યું

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી શકિતપીઠ ખાતે છેલ્લા બે વર્ષથી કોરોના સંક્રમણની પરિસ્થિતિને પગલે સાત દિવસીય મીનીકુંભ મેળો સ્થગીત કરી દેવામાં આવ્યો હતો. જોકે, કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈ મીની કુંભ મેળો યોજાશે કે કેમ તે અંગે હજુ કોઇ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયો નથી. જેને લઇ શ્રધ્ધાળુઓ અસમંજસમાં મુકાયા છે. ત્યારે ચાલું વર્ષે પાટણ પંથકમાંથી એકલ-દોકલ પગપાળા સંઘો મૈયાના ધામ તરફ પ્રસ્થાન કરી રહ્યા છે.

ભાદરવા સુદ નોમથી પૂનમ સુધી યોજાઈ છે મેળો
ભારત વર્ષનાં 51 શકિતપીઠોમાં જેની ગણના થાય છે, એવા અરવલ્લીની ગીરીકંદરાઓમાં બીરાજમાન આદ્યશકિતના ધામ સાથે કરોડો શ્રધ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે. પ્રતિવર્ષે ભાદરવા સુદ નોમથી પૂનમ સુધી યાત્રાધામ અંબાજી ખાતે મીની મહાકુંભ મેળો યોજાય છે. જ્યાં સમગ્ર ગુજરાત સહિત દેશભરમાંથી હજારો શ્રધ્ધાળુઓ અને પગપાળા યાત્રા સંઘો મૈયાના જ્ય ધોષ સાથે માના આશીર્વાદ મેળવે છે.

બે વર્ષથી મેળો કરવામાં આવ્યો છે સ્થગીત
કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ છેલ્લા બે વર્ષથી અંબાજી યાત્રાધામ ખાતે ભાદરવી પૂનમનો મેળો સ્થગીત કરી દેવામાં આવ્યો હતો. જોકે, માઇભકતોની આસ્થા આજેપણ અકબંધ જોવા મળી રહી છે. હાલમાં પ્રવર્તમાન પરિસ્થિતિ થાળે પડતા પાટણ સહિત આસપાસના પંથકમાંથી શ્રધ્ધાળુ, માઇભક્તો મૈયાને શીશ નમાવા પગપાળા અંબાજી ધામ તરફ પ્રસ્થાન કરી રહ્યા છે.

35 યુવકો 52 ગજની ધજા સાથે અંબાના ધામમાં જશે
આગામી 3 સપ્ટેમ્બરથી પાટણ સહિત આસપાસના પંથકમાંથી એકલ-દોકલ યુવાનો સહિત અનેક શ્રધ્ધાળુઓ મૈયાના દર્શનાર્થે જશે. છેલ્લા ઘણા વર્ષોથી રથ સાથે સંઘ લઇને જતા પાટણ ઝીણીપોળના સર્કિટ હાઉસ ગ્રુપના 35 યુવકો આ વખતે 52 ગજની ધજા સાથે શનિવારે સાયકલ પર સવાર થઇ માં અંબાના ધામમાં પ્રસ્થાન કરશે. તો સાથે સાથે ગુર્જરવાડા, નાગરલીમડી, બળીયાપાડા સહિતના સંઘના યુવાનો પોતાની અનુકૂળતાએ માં ના ધામ તરફ પ્રસ્થાન કરશે.

પાટણ સહિત જિલ્લામાંથી 61 પગપાળા સંઘો મૈયાના દર્શનાર્થે જતા હતા. જોકે, કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈ મીની કુંભ મેળો યોજાશે કે કેમ તે અંગે હજુ કોઇ નિર્ણય સરકાર દ્વારા જાહેર કરાયો નથી. જેને લઇ શ્રદ્ધાળુઓ અસમંજસમાં મુકાયા છે.

પગપાળા સંઘે અંબાજી યાત્રાધામ ખાતે પ્રસ્થાન કર્યું
માઇભકતો હાલ પોતાની અનુકુળતાએ અંબાજી તરફ પ્રસ્થાન કરી રહ્યા છે. આજે શુક્રવારે પાટણ શહેરના દ્વારકેશ મિત્ર મંડળ સંઘ માતાજીના રથ સાથે 30 જેટલા પદયાત્રીઓ પગપાળા સંઘે મૈયાના જ્યધોષ સાથે અંબાજી યાત્રાધામ ખાતે પ્રસ્થાન કર્યું હતું. આમ આગામી ભાદરવી પૂનમના મેળા પૂર્વે હજારો શ્રધ્ધાળુ, માઇભકતો અને પગપાળા સંઘો ધીમા પગલે અંબાના ધામે જઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...