પાટણ શહેરના ખાલક્ષા પીર રોડ પર વર્ષોથી રેલવે ફાટક છે. પરંતુ ગતરોજ તંત્ર દ્વારા અા ફાટક કાયમી માટે બંધ કરવાની મૌખિક સૂચના સ્થાનિકોને આપવામાં આવી જેને લઇ રહીશો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે. જો અવર જવર માટેનો એક માત્ર રસ્તો બંધ થઇ જાય તો ભારે હાલાકી પડી શકે છે. જેને લઇ આ પ્રકાર ના તંત્ર ના નિર્ણય સામે રહીશોએ ફાટક નજીક સુત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.તંત્ર દ્વારા ફાટક બંધ કરી વૈકલ્પિક રસ્તો શરૂ કરવાની વાત કરવામાં આવી છે પરંતુ, લોકોએ આ ફાટક જ ચાલુ રહે તેવી માગ કરી છે.
પાટણ શહેરના ખાલક્ષા પીર રોડ પર રેલવે ફાટક વર્ષોથી કાર્યરત છે અને આસપાસની 7 જેટલી સોસાયટીમાં 500થી વધુ મકાનોમાં 7000 હજાર જેટલા રહીશો વસવાટ કરે છે.ફાટક પર નો એક માત્ર અવર જવર માટે નો રસ્તો છે અને સ્થાનિક લોકો આ રસ્તા નો અવર જવર માટે ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે ગતરોજ તંત્ર દ્વારા આ ફાટક પરનો એક માત્ર રસ્તો બંધ કરવા અંગે મૌખિક સૂચના રહીશોને આપવામાં આવતા સ્થાનિક લોકો ભારે મુશ્કેલીમા આવી જવા પામ્યા છે. જો આ રસ્તો બંધ થાય તો સ્થાનિક લોકોને નોકરી ધંધે જવા, બાળકો ને શાળાએ જવા તેમજ કોઈ બીમારી મા ઇમર્જન્સી 108 ની જરૂર પડે તો શું કરવું તેની સામે પણ સવાલ ઉભો થવા પામ્યો છે.
ત્યારે રસ્તા મામલે સ્થાનિક લોકોએ ફાટક નજીક સુત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો અને અવર જવર માટેનો એક માત્ર રસ્તો સ્થાનિક લોકો માટે ચાલુ રાખવામા આવે તેવી માંગ ઉચ્ચારી હતી.સાથે ફાટક ની આજુ બાજુ બે માર્ગો આવેલ છે જ્યાંથી મહિલાઓ કે બાળકો પસાર ન થઈ શકે કારણ આ માર્ગ પર માત્ર ગાંડા બાવળો આવેલ છે અને આસપાસ અસામાજિક પ્રવૃત્તિ એટલે કે દેશી દારૂની હાટડીઓ ઘમઘમે છે તેવો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. જો માંગ નહિ સ્વીકારાય તો આગામી ઉગ્ર આંદોલન સાથે તમામ પરિવારો ભૂખ હળતાર પર ઉતરશે અને રેલ રોકી પણ વિરોધ કરશે અને કંઇપણ થશે તો તેની તમામ જવાબદારી તંત્ર ની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.