• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • When Elections Come, Balisana Village Sees 20 year old Sarpanch's Victory Over Elephant As A Murderous Game Played In Procession

ચૂંટણી:ચૂંટણી આવે એટલે બાલીસણા ગામને 20 વર્ષ જૂનું સરપંચનું હાથી ઉપરનું વિજય સરઘસમાં ખેલાયેલ ખૂની ખેલ દેખાય છે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરપંચ પદ માટે બે ઉમેદવારો વચ્ચે અને વોર્ડ 7 અને 14ના સભ્યોની ચૂંટણી યોજાશે

પાટણ તાલુકાના બાલીસણા ગામ પાટીદાર સમાજનું પ્રભુત્વ ધરાવતું ગામ છે. પંચાયતી રાજ અમલમાં આવ્યું ત્યારથી પાટીદાર સમાજનું સરપંચ તરીકે બાલીસણા ગામ પંચાયત ઉપર સ્થાન રહ્યું છે પણ 20 વર્ષ અગાઉ પાટીદાર સમાજના બે જૂથ વચ્ચે સરપંચના ચૂંટણીમાં જીતેલા ઉમેદવાર હાથીનું નિશાન હતું એટલે હાથી ઉપર સરઘસ કાઢતા ભારે જૂથ અથડામણમાં ખૂની ખેલ ખેલાયો હતો. એ પ્રત્યાઘાતોને લઈને આજે પણ બાલીસણામાં ગ્રામ પંચાયતની ચુંટણીને લઈને લોકો નિવેદન આપતા ટાળી રહ્યા હતા.

બાલીસણા ગામ પાટીદાર સમાજના ચાર ભાગ છે ચાલુ વર્ષે સરપંચના ઉમેદવાર માટે પાટીદાર સમાજમાં ચાર વ્યક્તિઓ ઊભા થયા હતા તેઓને વચ્ચે ચિઠ્ઠી ફેંકીને પાટીદાર સમાજનું એક વ્યક્તિને જ નેતૃત્વ સોંપવામાં આવ્યું હતું. આ વર્ષે પાટીદાર સમાજ વતી પટેલ મુક્તિબેન નિમેષભાઈએ ઉમેદવારી નોંધાવી છે. પાટીદાર પછી મુસ્લિમ સમાજની બીજા નંબરે વધુ વસ્તી આવેલી છે. તેઓના ઉમેદવાર તરીકે શેખ સમીમબેન ફેબ ઉમેદવારી નોંધાવી છે.

આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઠાકોર સમાજ જેની સાથે સપોર્ટ કરશે તે ઉમેદવાર જીત તરફ રહેશે. પણ બીજી નજર કરતાં દલિત સમાજ પણ નિર્ણાયક રૂપમાં આવી શકે છે. જ્યારે બ્રાહ્મણ, વાણીયા, પ્રજાપતિ, શાહ, રાવળ, દેવીપુજક અને વણઝારા જ્ઞાતિઓ કયા ઉમેદવારને જોઈને મતદાન કરે છે એ કંઈ ચોક્કસ કહી શકાય તેમ નથી.બાલીસણા ગામમાં 14 વોર્ડમાંથી 12 વોર્ડ બિનહરીફ કરવામાં આવ્યા છે. જ્યારે વોર્ડ 7 અને 14માં ચૂંટણી યોજાવાની છે.

બાલીસણા ગામમાં આંબાવાડી, માયાનગર, ગોકુળનગર, શાંતિનગર, વાળીનાથ સહિતના વિકસિત વિસ્તારોને પૂરતા પાણીની વ્યવસ્થા મળી રહે નવીન બોરની તેવી સરપંચ પાસે આશાવાદ રાખી રહ્યા છે. ગ્રામ પંચાયતની ચૂંટણી આવે એટલે ગામની જૂની યાદો તાજા થાય છે મતદારો કોઈપણ જગ્યાએ કોઈપણ પ્રકારની વાર્તાલાપમાં ઉતરતા નથી.

સંવેદનશીલ કેન્દ્ર હોઈ પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરી
બાલીસના પોલીસે સંવેદનશીલ કેન્દ્ર બાલીસના ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણી લઈને ગાડીઓ દ્વારા સતત પેટ્રોલિંગ અને દરેક બુથ ઉપર પોલીસ પોઈન્ટ હથિયારી અને પ્રાઇવેટ વીડિયોગ્રાફરોની વ્યવસ્થા કરવામાં આવી છે તેઓ પીએસઆઇ પી.એસ. ચૌધરીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...