તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યાઓ સંભળાશે:આગામી તા 22 જુલાઈના રોજ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ‘‘સ્‍વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’’ યોજાશે

પાટણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોતાના પ્રશ્નો કે રજૂઆત કરવા માંગતા લોકોએ તા 10 જુલાઈ, 2021સુધીમાં પોતાના પ્રશ્નો બે નકલમાં પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોકલી આપવાના રહેશે

જિલ્લાની જાહેર જનતા પોતાના પ્રશ્નોના નિકાલ માટે રજૂઆત કરી શકે તે માટે આગામી તા.22 જુલાઈ, 2021ના રોજ સવારે 11:00 કલાકે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. જેમાં અરજદારોએ જાતે સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં હાજર થવાનું રહેશે.

જિલ્લા કક્ષાના “સ્‍વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ“ માં પોતાના પ્રશ્ન કે રજૂઆત કરવા માંગતા હોય તેઓએ પોતાનો પ્રશ્ન કે રજૂઆત કચેરી કામકાજના સમય દરમ્યાન આગામી તા. 10 જુલાઈ, 2021ના રોજ 04:00 કલાક સુધીમાં જિલ્લા કલેક્ટર કચેરી, પાટણ ખાતે મોકલી આપવાનો રહેશે. અરજદારે પોતાના પ્રશ્ન કે રજૂઆત બે નકલમાં મોકલી આપવાના રહેશે તથા “સ્‍વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ“ ના સમયે સ્થળ પર જાતે હાજર રહેવાનું રહેશે.

જિલ્લા કક્ષાના તથા તાલુકા કક્ષાના સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી અંગેના, કોર્ટમાં કેસો ચાલુ હોય તે બાબતના, ન્યાયીક કે અર્ધ ન્યાયીક બાબતને લગતા પ્રશ્નો તેમજ આ કાર્યક્રમમાં અગાઉ રજુ થયેલ પ્રશ્નો ફરીથી રજુ કરવાના રહેશે નહિ, તેમજ પ્રથમવાર અરજી કરતાં હોય તેવા પ્રશ્ન રજુ કરવા નહિ. આ માટે એક અરજીમાં એકજ પ્રશ્ન મોકલી શકાશે. અરજીના મથાળે “સ્‍વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” માટેની અરજી એમ લખવાનું રહેશે. અરજી બે નકલમાં જરૂરી પુરાવા સાથે આપવાની રહેશે. તેમ પાટણના નિવાસી અધિક કલેકટરની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...