ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન:પાટણ તાલુકાકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ 25મી જાન્યુઆરીએ સંબધકર્તા મામલતદાર કચેરી ખાતે યોજાશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા.25.01.2023 બુધવારના રોજ 11.00 કલાકે સંબધકર્તા મામલતદાર કચેરી ખાતે યોજાશે. જેમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંગેના પ્રશ્નો બે નકલમાં અરજદારઓએ સંબધકર્તા મામલતદારને તા.10.01.2023 સુધીમાં મોકલી આપવાના રહેશે. પાટણ (ગ્રામ્ય) તાલુકાનો સ્વાગત કાર્યક્રમ કલેક્ટર, પાટણના અધ્યક્ષપણા હેઠળ યોજાશે તથા પાટણ (શહેર) તાલુકાનો સ્વાગત કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી પાટણના અધ્યક્ષપણા હેઠળ યોજાશે.

તેમજ મામલતદાર કચેરી સરસ્વતી, મામલતદાર કચેરી સિદ્ધપુર, મામલતદાર કચેરી ચાણસ્મા, મામલતદાર કચેરી હારીજ, મામલતદાર કચેરી સમી, મામલતદાર કચેરી શંખેશ્વર, મામલતદાર કચેરી રાધનપુર, મામલતદાર કચેરી સાંતલપુર ખાતે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ સંબધિત તાલુકાના લાયઝન અધિકારીના અધ્યક્ષપણા હેઠળ યોજવામાં આવશે.

આ કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી અંગેના, કોર્ટ કેસો હોય તે બાબતના, ન્યાયિક કે અર્ધ ન્યાયિક બાબતને લગતા પ્રશ્નો તેમજ અગાઉ રજુ થયેલ પ્રશ્નો ફરીથી રજુ કરવાનાં રહેશે નહિ, તેમજ પ્રથમવાર અરજી કરતાં હોય તેવા પ્રશ્નો પણ રજૂ કરવા નહિ. એક અરજીમાં એક જ પ્રશ્ન મોકલી શકાશે તે બાબત પણ ધ્યાનમાં લેવી. અરજીના મથાળે ‘તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ માટેની અરજી એમ લખવાનું રહેશે. તદઉપરાંત આ અરજી બે નકલમાં જરૂરી પુરાવાઓ સાથે આપવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...