આયોજન:પાટણ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને હારીજ તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી તા.25 મેના રોજ તાલુકા કક્ષાનો તથા તા.26 મેના રોજ જિલ્લા કક્ષાનો સ્વા્ગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

પાટણ જિલ્લાની જાહેર જનતા પોતાના પ્રશ્નોના નિકાલ માટે રજૂઆત કરી શકે તે માટે આગામી તા.26 મે, 2022ના રોજ સવારે 11.00 કલાકે કલેક્ટર કચેરી, પાટણ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. જેમાં અરજદારોએ જાતે સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં હાજર થવાનું રહેશે.

પાટણ જિલ્લાનો તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.25 એપ્રિલ, 2022ના રોજ સવારે 11.00 કલાકે સંબંધકર્તા મામલતદાર કચેરી ખાતે યોજાશે. હારીજ તાલુકાનો સ્વા ગત કાર્યક્રમ કલેકટર, પાટણના અધ્ય ક્ષપણા હેઠળ યોજાશે.

સમી તાલુકાનો સ્વાગત કાર્યક્રમ જિલ્લા‍ વિકાસ અધિકારી, પાટણના અધ્યક્ષસ્થાસને યોજાશે. તેમજ પાટણ શહેર, પાટણ ગ્રામ્ય, સિદ્ધપુર, શંખેશ્વર, સરસ્વતી, ચાણસ્મા, રાધનપુર તથા સાંતલપુર તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ સબંધિત મામલતદાર કચેરી ખાતે તાલુકાના લાયઝન અધિકારીના અધ્યક્ષપણા હેઠળ યોજવામાં આવશે.

તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ અંગેના પ્રશ્નો અરજદારોએ બે નકલમાં સબંધિત મામલતદારને તથા જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ અંગેના પ્રશ્નો કલેક્ટર કચેરી ખાતે આગામી તા.10/05/2022ના 16.00 કલાક સુધીમાં મોકલી આપવાના રહેશે.

જિલ્લા કક્ષાના તથા તાલુકા કક્ષાના સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી અંગેના, કોર્ટમાં કેસો ચાલુ હોય તે બાબતના, ન્યાયીક કે અર્ધ ન્યાયીક બાબતને લગતા પ્રશ્નો તેમજ આ કાર્યક્રમમાં અગાઉ રજુ થયેલ પ્રશ્નો ફરીથી રજુ કરવાના રહેશે નહિ, તેમજ પ્રથમવાર અરજી કરતાં હોય તેવા પ્રશ્ન રજુ કરવા નહિ. આ માટે એક અરજીમાં એક જ પ્રશ્ન મોકલી શકાશે. અરજીના મથાળે સ્વાતગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ માટેની અરજી એમ લખવાનું રહેશે. અરજી બે નકલમાં જરૂરી પુરાવા સાથે આપવાની રહેશે. તેમ પાટણના નિવાસી અધિક કલેકટરએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...