તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર યથાવત:ધારપુર સિવિલમાં વેન્ટિલેટરમાં પણ 20નું વેઈટિંગ

પાટણ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
ધારપુર મેડિકલ હોસ્પિટલમાં કોરોનાના ગંભીર દર્દીઓને વેન્ટિલેટરથી સારવાર આપવામાં આવી રહી છે. - Divya Bhaskar
ધારપુર મેડિકલ હોસ્પિટલમાં કોરોનાના ગંભીર દર્દીઓને વેન્ટિલેટરથી સારવાર આપવામાં આવી રહી છે.
 • ઓક્સિજનનો અભાવ અને કોવિડ વિભાગની ક્ષમતા પ્રમાણે હવે વધારે વેન્ટિલેટરનો ઉપયોગ કરી શકાય તેમ નથી: સુપ્રિન્ટેન્ડેન્ટ
 • વેન્ટિલેટરના અભાવે દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે ત્યારે તંત્ર બીજો કોવિડ વિભાગ શરૂ કરી ગંભીર દર્દીઓને સારવાર આપે તેવી માંગ

ધારપુર મેડિકલ હોસ્પિટલમાં 60 થી વધુ વેન્ટિલેટર અને બાયપેપ પર કોરોનાના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. ગંભીર દર્દીઓનો વધારો થઈ રહ્યો છે.દરરોજ ધીમે ધીમે ઘસારો વધી રહ્યો છે. રવિવારે 20 ગંભીર દર્દીઓ વેઈટિંગમાં હતા ગંભીર દર્દીઓને કલાકો સુધી વેટિંગમાં રહેવું પડતું હોવાથી વેન્ટિલેટર અને બાયપેપની સમયસર સુવિધા મળતી નથી હોસ્પિટલમાં ઓક્સિજનનો અભાવ અને કોવિડ વિભાગની ક્ષમતા પ્રમાણે વધારે વેન્ટિલેટર બાયપેપ ચાલુ કરી શકાય તેમ નથી.

દર્દીઓ વેન્ટિલેટર માટે વેઈટિંગમાં રહે છે ઘણા દર્દીઓને સમયસર વેન્ટિલેટર ન મળવાના કારણે પણ મૃત્યુ થાય છે.ત્યારે તંત્ર સત્વરે બીજો કોવિડ વિભાગો શરૂ કરી ગંભીર દર્દીઓને ઝડપથી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરે તેવી માંગ ઊભી થઈ છે.

હાલમાં ક્ષમતા અને દુર્ઘટનાનું જોખમ બંને મુશ્કેલી છે
ધારપુર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મનીષ રામાવતે જણાવ્યું કે ઓક્સિજન ઓછો મળી રહ્યો છે અને કોવિડ વિભાગની ક્ષમતાથી વધુ વેન્ટિલેટર અને બાયપેપ શરૂ કરવા જોખમકારક છે. વધારે લોડ કરવાથી ક્યારેક આગ લાગવા જેવી દુર્ઘટના ઘટી શકે છે.જેના કારણે વધારે ઈસ્ટુમેન્ટ ચાલુ કરી શકાય તેમ નથી. જોકે બીજો કોવિડ વિભાગ શરૂ કરી તેમાં ઓક્સિજન બેડ વેન્ટિલેટર સહિતની વિવિધ વ્યવસ્થા કરી ગંભીર દર્દીઓને સારવાર આપવી પડે તેવી સ્થિતિ છે.

સિદ્ધપુરમાં પણ સુવિધા થઈ શકે છે
પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે પણ સિદ્ધપુરની હોસ્પિટલનો ધારપુર હોસ્પિટલમાં સમાવેશ કરી સિદ્ધપુરમાં કોરોના માટે આરોગ્ય લક્ષી સેવાઓમાં વધારો કરી શકાય છે.અને તેનો એક્શન પ્લાન તૈયાર કરી સરકાર અને કલેકટરને આપેલો છે

સાત ટન ઓક્સિજનમાં બેડ વધારી શકાય તેમ નથી
પહેલા ધારપુર મેડિકલ હોસ્પિટલને સાડા આઠ ટન જેટલો ઓક્સિજન મળતો હતો. જે હાલમાં ઘટાડી 7.2 ટન ઓક્સિજન અપાઈ રહ્યો છે.જો કે,250 બેડ માટે આટલો ઓક્સિજન પર્યાપ્ત માત્રામાં છે. પરંતુ હવે આટલા ઓક્સિજનમાં બેડની સંખ્યા વધારે કરી શકાય તેમ નથી. તેવુ ધારપુર મેડિકલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો