તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:પુનાભા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વેબિનાર યોજાયો

પાટણએક મહિનો પહેલા
 • કૉપી લિંક

2 ફેબ્રુઆરીને વર્લ્ડ વેટલેન્ડ ડે અંતર્ગત પાટણ સંચાલિત પુનાભા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મંગળવારે વેબિનાર યોજાયો હતો. જેમાં તજજ્ઞ તરીકે ઉપસ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્વાયરમેન્ટ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર ભારતી વિદ્યાપીઠ પુણેના પક્ષીવિદ ધવલભાઈ વારગીયાએ જિલ્લામાં વસવાટ કરતાં આશરે 234 પ્રજાતિના પક્ષીઓ છે એવું જણાવેલ તેમજ ગુજરાતના વેટલેન્ડ અને તેમાં આવતા પક્ષીઓની સંપૂર્ણ માહિતી આપી હતી ઉપરાંત લુપ્ત થતી પક્ષીઓની પ્રજાતિઓને બચાવવા આપણી આસપાસના નદી, તળાવોને સ્વચ્છ રાખીએ જેથી પક્ષીઓ યોગ્ય રીતે વસવાટ કરી શકે તેવું સુચન કર્યું હતું. વેબિનારમાં આદર્શ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.હરેશભાઈ ચૌધરી, સ્ટાફ, છાત્રો જોડાયા હતા.કાર્યક્રમનું સંચાલન વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડીનેટર વનવીરભાઈ ચૌધરી અને સમાપન વિધિ કોમ્યુનીકેટર નિકુલભાઈએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો