આયોજન:પાટણ લાયબ્રેરીમાં વેબ ડિઝાઈનિગ અને હસ્તકલા તાલીમ અપાશે

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ ફતેસિંહરાવ લાઇબ્રેરી દ્વારા યુવક યુવતીઓને રોજગારી મળી રહે તે માટે બે માસનો વેબ ડિઝાઇનિંગ કોર્સ શાહ હર્ષાબેન ભરતભાઈના સૌજન્યથી 25 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધી આયોજિત કરવામાં આવ્યો છે. લાઇબ્રેરીના આસ્થા હોલમાં સાંજે 5:30થી 7:30 સુધી કોમ્પ્યુટર સાયન્સના પીએચડી ટ્રેનર ડો.તુષારભાઈ પરીખના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ તાલીમ આપવામાં આવશે. વ્યવસ્થા માટે રૂ. 800 કોર્સની ફી રાખવામાં આવી છે અને 20 વિદ્યાર્થીઓની બેચ ગોઠવવામાં આવશે. વધુમાં લાઈબ્રેરી ખાતે 24 નવેમ્બરે ઉધોગ સાહસિકતા શિબિરનું આયોજન કરાયું છે

જેમાં હસ્તકલાને લગતી પ્રવૃત્તિઓ માટે વિના મૂલ્યે તાલીમ નિષ્ણાતો દ્વારા આપવામાં આવશે. પ્રથમ તાલીમ 16 દિવસની રહેશે અને બાદ બીજી તાલીમ ગોઠવાશે. આ માટે પ્રમુખ ડો.શૈલેષ સોમપુરા અથવા મહાસુખભાઈ મોદી જુના ગંજ બજાર પાસે નામ નોંધાવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...