તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:પાટણ શહેરમાં ઝાડા ઉલ્ટીના100 કેસ આઠ સ્થળેથી પાણીના સેમ્પલ લેવાયા

પાટણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અંબાજી નેળીયા, લીલીવાડી, સાલવીવાડા સહિતના વિસ્તારમાંથી દૂષિત પાણીના સોર્સ શોધી તંત્રએ સેમ્પલ લેઈ પાણી પુરવઠા વિભાગની લેબોરેટરીમાં મોકલાવ્યા

પાટણ શહેરમાં દૂષિત પાણીના કારણે ઝાડા ઉલ્ટીના 100 જેટલા કેસ થતા પાલિકા અને આરોગ્ય તંત્ર દ્વારા દૂષિત પાણીના સોર્સ શોધી 8 જેટલા સ્થળેથી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને પાણી પુરવઠા વિભાગની લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. પાટણ શહેરમાં છેલ્લા ત્રણેક દિવસથી અંબાજી નેળીયા , લીલીવાડી વિસ્તારની 10 જેટલી સોસાયટીઓમાં તેમજ સાલવીવાડા વિસ્તારમાં આવી સરિયાવાળો, બુલાખી પાડો, નારણજીવાડો, સહિતના વિસ્તારોમાંથી ઝાડા ઉલ્ટીના 100 જેટલા કેસ મળતા આરોગ્ય તંત્રએ 15 ટીમો મારફતે સર્વેલન્સ કર્યું હતું તેમજ ક્લોરીનેશન પણ કર્યું હતું.

આ ઉપરાંત રાજકમલ ટાઉનશીપ, સારથી નગર, તિરુપતિ નગર, રાજગરી, રાજશ્રી સોસાયટી, ઉંઝા ત્રણ રસ્તા ગાંધીબાગ પંપીંગ સ્ટેશન અને ફિલ્ટર પ્લાન્ટ નારો વોટર ખાતેથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલને પાણી પુરવઠા બોર્ડના લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. આ અંગે તાલુકા હેલ્થ ઓફિસર ગૌરાંગભાઈ એ જણાવ્યું હતું કે બુધવાર અને ગુરુવારે ઝાડા ઉલ્ટીના કેસોનું પ્રમાણ વધારે હતું. જોકે હવે કેસ ઓછા થયા છે. દૂષિત પાણીના કારણે ઝાડા ઉલ્ટીના કેસ થયા હોય તેવું જણાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો