નદીમાં આવ્યા નીર:ઉત્તર ગુજરાતના સુકાભઠ્ઠ વિસ્તારમાં ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવા સરસ્વતી નદીમાં પાણી છોડાયું

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ દિવસે નદીમાં 400 ક્યૂસેક પાણીની આવક થઈ

ઉપરવાસ માંથી હાલ નર્મદા ડેમમાં પાણીની આવક ચાલુ છે, ત્યારે આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં નર્મદા ડેમમાં વધુ પાણી આવવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા નર્મદાનું પાણી સુજલામ સુફલામ કેનાલ મારફતે ઉત્તર ગુજરાતના સૂકાભઠ્ઠ વિસ્તારોમાં વહેતા કરી ભૂગર્ભ જળના સ્તરને ઉંચુ લાવવાનાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેને લઇને મંગળવારના રોજ રાજય સરકાર નાં આદેશ મુજબ નર્મદાનું પાણી સુજલામ સુફલામ કેનાલ મારફત કમલીવાડા થી પાટણ સરસ્વતી નદી છોડવામાં આવેલ હોવાનું જણાવ્યું હતું.

ઉપરવાસ માંથી આવી રહેલ પાણી ની આવકને કારણે હાલમાં નમૅદા ડેમ માં પાણીની સપાટી વધી રહી છે .તો આગામી ચોમાસામાં પણ વરસાદ થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા નમૅદા ડેમ નું પાણી ઉતર ગુજરાત નાં સુકાં ભટ્ટ વિસ્તારમાં છોડવા સુચના અપાતા મંગળવારના રોજ નમૅદા નાં પાણી સુજલામ સુફલામ કેનાલ મારફતે પાટણના કમલીવાડા નહેર માથી સરસ્વતી નદી માં છોડવામાં આવ્યું છે. જે એક માસ સુધી સતત ચાલુ રહેશે આજે પ્રથમ દિવસે 400 ક્યુસેક પાણી સરસ્વતી નદીમાં છોડાયુ હોવાનું નાયબ કાર્યપાલક ઇજનેર શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું.

જોકે હાલમાં સરસ્વતી નદી ને ઉડી કરવાની ચાલી રહેલી કામગીરી પણ ચાલું રાખી સરસ્વતી નદીની એક સાઈડ પાણી નો સંગ્રહ કરી ડેમનાં એકાદ દરવાજા ને ખોલી નમૅદાના નીર ગ્રામ્ય વિસ્તારો તરફ છોડી ભૂગર્ભ જળ રિચાર્જ કરવામાં આવનાર હોવાનું પણ તેઓએ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...