રજૂઆત:પાટણના વોર્ડ 1માં સ્ટ્રોમવોટર લાઈન બ્લોક થતાં પાણી ભરાવાની સમસ્યા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદી પાણીનાં નિકાલ માટે સ્ટ્રોમવોટર લાઈનની તાત્કાલિક સાફ-સફાઈ કરવા કોર્પોરેટર દ્વારા ચીફ ઓફિસર રજૂઆત

પાટણ શહેરમાં વોર્ડ નંબર 1માં સાલવીવાડા ચોકથી જબેશ્વરી ચોક સુધીના વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે નગરપાલિકા દ્વારા નાખવામાં આવેલ સ્ટ્રોમ વોટર પાઈપ લાઈન ઘણા સમયથી નગરપાલિકા દ્વારા સાફ-સફાઈ કરવામાં ના આવતા બ્લોક થઈ જવાના કારણે પાણીનો નિકાલ ના થઈ રહ્યો હોય સત્વરે નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે સાફ સફાઈ કરવામાં આવે તેવી સ્થાનિક કોર્પોરેટર દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી.

પાટણ શહેરના વોર્ડ નંબર 1 માં સાલવીવાડા ચોકથી જબેશ્વરી ચોક સુધી વિસ્તારમાં રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા તેના નિકાલ માટે નગરપાલિકા દ્વારા સ્ટ્રોમ વોટર લાઈન નાખવામાં આવેલ છે. પરંતુ સાફ સફાઈના અભાવે પાઇપલાઇનમાં કચરો ભરાઈ જતા બ્લોક થઈ ગયેલ હોય પાણીનો નિકાલ થઈ રહ્યો ના હોય સામાન્ય વરસાદમાં પણ વિસ્તારમાં પાણી ભરાઈ જતા હોય સ્થાનિક રહીશોને અવર-જવર કરવામાં ભારે હાલાકી પડી રહી હોય મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે.

સ્થાનિક રહિશોના સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં લઇ વરસાદી પાણીના નિકાલ માટે સત્વરે નગરપાલિકા દ્વારા બ્લોક થઈ ગયેલ સ્ટ્રોમ વોટર લાઈન ઝડપથી ખુલ્લી કરવા સાફ સફાઈ કરવામાં આવે તો પાણીનો યોગ્ય નિકાલ થતાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ થાય તેમ હોય સત્વરે નગરપાલિકાના સ્વચ્છતા વિભાગ દ્વારા સાફ-સફાઈ હાથ ધરવામાં આવે તેવી સ્થાનિક કોર્પોરેટર આશાબેન ભરતભાઈ ઠાકોર દ્વારા બુધવારે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...