તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:અંતરિયાળ સાંતલપુરના આંતરનેશ, રાણીસર અને માધુપુરા ગામોમાં ઉનાળાના આરંભે પાણીના પોકાર

વારાહી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટેન્કરથી પિવાનું પાણી મંગાવવું પડે છે, તળાવ ખાલી થતાં ખેતી અશક્ય

પાટણ જિલ્લાના સાંતલપુર છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાં ઉનાળાની શરૂઆત થતાં જ તળાવો અને સમ્પ ખાલીખમ થઈ જવા પામ્યા છે. જ્યારે કેટલાક વિસ્તારમાં પાણીની લાઈન આવતી ન હોવાના કારણે ગંભીર પરિસ્થિતિનો સામનો આ વિસ્તારનો માનવી કરી રહ્યો છે.

અહીંના ખેડૂતોને ઉનાળામાં ખેતી કરવી છે પરંતુ પાણીની સમસ્યાને કારણે ખેડૂતો માટે પણ મુશ્કેલી સર્જાઈ છે. સાતલપુરના આંતરનેશ અને રાણીસર ગામમાં કાયમી ટેન્કરથી પાણી આપવામાં આવે છે જ્યાં સમ્પમાં નાખવામાં આવેલ પાણી ખેંચીને ભરી જવું પડે છે. પશુઓ માટે પણ આ રીતે જ પાણી લઈ જવામાં આવે છે, માધુપુરા ગામડી ખાતે પણ પાણીની સમસ્યા બની રહી છે.

તળાવમાં પાણી સુકાતાં તળીયાં દેખાયાં, કૂવા ખાલીખમ ભાસી રહ્યા છે
સાતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોના જણાવ્યા મુજબ અહીં ચોમાસાના વરસાદના પાણીથી ભરાયેલા તળાવો ઉનાળાની શરૂઆતમાં જ ખાલીખમ થઈ ગયા છે. આ વિસ્તારમાં ખાલી પડેલા તળાવ તંત્ર દ્વારા નર્મદાના પાણીથી ભરવામાં આવે તો વિસ્તારમાં પાણીના તળ પણ ઊંચા આવે જેને લઈને ખેડૂતો દ્વારા સિંચાઈની કામગીરી કરી શકાય પરંતુ તંત્ર દ્વારા ઉનાળામાં કેનાલોમાં પાણી છોડવામાં આવતું નથી, અને તળાવો પણ ખાલીખમ થઈ જતા છેવાડાના વિસ્તારના પશુપાલકો અને ખેડૂતો માટે હાલે પાણીની વિકટ સમસ્યા ઉભી થવા પામી છે. અંતરિયાળ વિસ્તારના કેટલાક ગામોમાં ઉનાળાના સમયે પાણીની વિકટ સમસ્યાને લઈને ગ્રામજનો પોતાના ઢોર લઇને હીજરત કરી જતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો