તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિયુક્તિ:પાટણ શહેરમાં સંક્રમણ રોકવા 11 વોર્ડમાં કલેક્ટર દ્વારા વોર્ડ ઓફિસર નિયુક્ત કરાયા

પાટણ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લારીઓ પર કોરોના ગાઇડલાઇનનું પાલન નહીં થાય તો ધંધો બંધ કરાવાશે: સી.ઓ

પાટણ શહેર કોરોનાના ભરડામાં આવતા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ અંગે સખ્તાઈ શરૂ કરવામાં આવી છે. શુક્રવારે રાત્રે 9:00 પારેવા સર્કલ પાસે સોડા શરબતની લારી પર લોકોનું ટોળું એકત્ર થયેલું હોવાથી પાલિકાના ચીફ ઓફિસરે લારી બંધ કરાવી ટોળું વિખેર્યું હતું. બજારમાં દુકાન ઉપર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો હશે કે માસ્ક પહેર્યા વગર લોકો ટોળે વળેલા હશે તો દુકાન સીલ કરવા માટે પાલિકાને કલેકટરે સુચના આપી છે તેમજ ખાણીપીણી અને સોડા શરબત સહિતની લારીઓ પર પણ કોરોના ગાઈડ લાઈનનું પાલન થતું નહીં હોય તો ધંધો બંધ કરાશે તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.

શહેરમાં કોરોનાના ટેસ્ટ વધે સોશિયલ ડિસ્ટન્સ જળવાય માસ્ક વગર ફરતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી થાય, વેક્સિનેશનનું પ્રમાણ વધે તેમજ કોરોનાની ગાઇડ લાઈનનું ચુસ્તપણે પાલન થાય તે માટે શહેરના 11 વોર્ડમાં ક્લાસ વન અધિકારીઓની વોર્ડ ઓફિસર તરીકે નિમણૂક કરી છે. દરેક વોર્ડમાં આરોગ્ય, પાલિકા, પોલીસના કર્મચારીઓ, કોર્પોરેટરો, સ્થાનિક આગેવાનો અને સેવાભાવી સંસ્થા સાથેની ટીમની રચના કરી છે. આ ટીમ દરેક વોર્ડમાં કોરોના સંક્રમણ વધે નહીં તેની કામગીરી કરશે. શુક્રવારે વોર્ડ પ્રમાણે મીટીંગો કરી હતી તેવુ ચીફ ઓફિસર પાંચાભાઇ માળીએ જણાવ્યું હતું.

વોર્ડઅધિકારીહોદ્દો
1શિવાંગીબેન પોટારોજગાર અધિકારી
2વી.સી પટેલરમત ગમત અધિકારી
3મયુર રાજવંશહિસાબી અધિકારી
4કેતન પ્રજાપતિબાળ સુરક્ષા અધિકારી
5એસ એન ઝાલાજિલ્લા રજીસ્ટાર
6શ્રુતિ બેન દવેનશાબંધી અધિકારી
7એ પી ઝાલાશિક્ષણ અધિકારી
8એબી પ્રેમલાણીમદદનીશ ભૂસ્તરશાસ્ત્રી
9ભરત વ્યાસસહાયક નિરીક્ષક
10એ એન પટેલકાર્યપાલક ઇજનેર
11નટુભાઈ પટેલ

નાયબ પશુપાલન નિયામક

ભરતભાઇ જોશી, નિયામક( અધિકારીઓ સાથે સંકલન અને માર્ગદર્શન)

શૈલેષ પટેલ, ખેતીવાડી અધિકારી (સંકલનમાં મદદ)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો